Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

પીએમ રિલીફ ફન્ડમાં ડોનેશન આપવા શિખર ધવનની લોકોને અપીલ

મેં પણ યોગદાન આપ્યુ, તમે પણ આપો

કોરોનાને કારણે દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે એવામાં અનેક સેલિબ્રિટીઝ આગળ આવીને ડોનેશન આપી રહી છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના પ્લેયર શિખર ધવને દેશની જનતાને આગળ આવીને પીએમ રિલીફ ફન્ડમાં ડોનેશન આપવાની અપીલ કરી છે. આ વિશે ટ્વીટ કરતાં ધવને લખ્યું છે, 'હેલો, યાદ છેને ઘરમાં રહો અને પોતાની તેમ જ પોતાના પરિવારની કાળજી રાખો. મેં પ્રાઇમ મિનિસ્ટરના નેશનલ રિલીફ ફન્ડમાં કેટલાક રૂપિયા દાન આપ્યા છે. હું તમને પણ અપીલ કરું છું કે આગળ આવીને આ ફન્ડમાં પોતાનું યોગદાન આપો અને આપણે સાથે મળીને આગળ વધીએ.'

(3:29 pm IST)