Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

અશ્વિનને આનો પસ્તાવો થશે

મેં જે જોયુ એના પર મને વિશ્વાસ નથી : મોર્ગન : બટલરને માન્કડીંગથી આઉટ કરનારા પંજાબના કેપ્ટનની થઈ આકરી ટીકા

જયપુરમાં માન્કડિંગ મુજબ ખેલાડીને રનઆઉટ કરનાર પંજાબના કેપ્ટન રવિચન્દ્રન અશ્વિનની ભારે ટીકા કરવામાં આવી રહી છે. આ મેચમાં અશ્વિને રાજસ્થાનના ખેલાડી જોસ બટલરને માન્કડિંગ (બોલર બોલ ફેંકે એ પહેલાં ક્રીઝ છોડનાર બેટ્સમેન)થી રનઆઉટ કરી દીધો હતો. આ પ્રકારે રનઆઉટ ક્રિકેટના નિયમ મુજબ તો માન્ય છે, પરંતુ એનો ઉપયોગ સ્પોટ્સમેનશિપની ભાવના વિરૂદ્ઘ ગણવામાં આવે છે. મેરિલબોન ક્રિકેટ કલબ (MCC) વર્લ્ડ ક્રિકેટ કમિટીના સભ્ય વોર્ને આમ મામલે અશ્વિન સામે કાર્યવાહી કરવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડને જણાવ્યું છે. અશ્વિનને જોકે આ ઘટના બદલ કોઈ પસ્તાવો નથી.

ઇંગ્લેન્ડના કેપ્ટન ઓઇન મોર્ગને કહ્યું હતું કે મેં જે જોયું એના પર મને વિશ્વાસ નથી. નવયુવાનો માટે ખોટું દૃષ્ટાંત પૂરું પાડવામાં આવ્યું છે. અશ્વિનને આનો પસ્તાવો થશે.

બટલરે ૪૩ બોલમાં ૬૯ રન કર્યા હતા. રનઆઉટની ઘટના બાદ તેણે ભારતીય સ્પિનર સાથે મેદાનમાં તૂતૂ-મૈંમૈં પણ કરી હતી. જોકે મેચ પૂરી થયા બાદ અશ્વિને કહ્યું હતું કે અમારા બન્ને વચ્ચે એવી કોઈ ઉગ્ર વાતચીત થઈ નહોતી. મેં આ રીતે તેને આઉટ કરવાનો વિચાર પણ કર્યો નહોતો.

(3:43 pm IST)
  • જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવવાની માગણી સાથે વિરોધ પ્રદર્શીત કરી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ભુતકાળની એક તસ્વીર access_time 11:33 am IST

  • ભાજપના દિલ્હી એકમ દ્વારા લોકસભાની 7 સીટ માટે 31 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર :નવી યાદીમાં ગૌતમ ગંભીરના નામનો કરાયો સમાવેશ :રાજ્યની ભાજપની ચૂંટણી સમિતિ દ્વારા આ પહેલા બનાવેલ 21 સંભવિત ઉમેદવારોની યાદી પાર્ટી હાઇકમાન્ડે ઠુકરાવી હતી : ગૌતમ ગંભીરનું નામ નવી યાદીમાં સામેલ કરાયું છે access_time 1:21 am IST

  • ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ તથા તેમના પત્ની 3 દેશોના વિદેશ પ્રવાસે : સોમવારે ક્રોએશિયાની મુલાકાત લીધી : આતંકવાદ નાબૂદ કરવામાં સહકાર આપવા બદલ ક્રોએશિયા સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી : સ્થાનિક ભારતીયો સાથે વિચાર વિનિમય કરી વતનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું access_time 7:54 pm IST