Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કેમ કહેવાય છે માન્કડિંગ?

એમસીસીના નિયમ મુજબ જો કોઈ બેટ્સમેન બોલર બોલ ફેંકે એ પહેલાં ક્રીઝ છોડી દે તો બોલર તેને રનઆઉટ કરી શકે છે. માન્કડિંગ શબ્દનો પહેલી વખત ઉપયોગ ૧૯૪૭માં કરવામાં આવ્યો હતો. ભારતીય બોલર વિનુ માંકડે પહેલી વખત ઓસ્ટ્રેલિયાના બોલર બિલ બ્રાઉનને આઉટ કર્યો હતો. વિનુ માંકડે ટેસ્ટસિરીઝમાં બે વખત બિલ બ્રાઉનને આઉટ કર્યો હતો. ત્યારથી ઓસ્ટ્રેલિયન મિડિયાએ એને માન્કડિંગ કહેવાનું શરૂ કર્યું હતું.

(3:42 pm IST)