Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

જશપ્રીત બુમરાહે ટીમ સાથે પ્રેકટીસ કરી, પણ બોલીંગ કરવાનું ટાળ્યુઃ સસ્પેન્સ હજુ યથાવત

ભારતીય ટીમનો આક્રમક ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ખભાની ઈજામાંથી ઊભરી રહ્યો છે. આજે તેણે મુંબઈની ટીમ સાથે પ્રેકિટસ કરી હતી. જોકે ચેન્નાસ્વામી સ્ટેડિયમ ખાતેની પ્રેકિટસમાં તે બોલિંગ કરી શકયો ન હતો. દરમ્યાનમાં શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાને મુંબઈની ટીમ માટે શકય એટલી ઝડપે ઉપલબ્ધ બનાવવા પ્રયત્નશીલ હોવાનું ક્રિકેટ બોર્ડનાં સૂત્રોએ કહ્યું હતું. શકયતઃ મલિંગા આઈપીએલમાં ઓછામાં ઓછી બે પ્રારંભિક મેચ રમશે એવી અપેક્ષા સેવાઈ રહી છે.

(3:42 pm IST)