Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

IPL -2019 :ચેન્નાઈએ દિલ્હીને બે બોલ પહેલા છ વિકેટે હરાવ્યું :સતત બીજો વિજય

ડ્વેન બ્રાવોએ 4 ઓવરમાં 33 રન આપી 3 વિકેટ ઝડપી શેન વોટ્સન અને ધોનીની ધમાકેદાર ઇનિંગ

 

નવી દિલ્હી :IPL 2019માં આજે ચેન્નઈ સુપરકિંગ્સે દિલ્હીને 6 વિકેટે હરાવ્યું હતું ચેન્નાઈનો ટૂર્નામેન્ટમાં સતત બીજો વિજય હતો  દિલ્હીના 6 વિકેેટે 147 રનના જવાબમાં ચેન્નઈએ 2 બોલ રહેતા 6 વિકેટે મેચ જીતી હતી.

 

  દિલ્હીના ફિરોઝશાહ કોટલા ખાતે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચેની મેચમાં દિલ્હીની ટીમે પ્રથમ બેટિંગ કરતા શિખર ધવનની અર્ધસદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 147 રન બનાવ્યા હતા દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ઓપનર પૃથ્વી શૉ(24) અને શિખર ધવન (51) 36 રનની ભાગીદારી નોંધાવી ટીમને સારી શરૂઆત અપાવી હતી. જોકે, શ્રેયસ ઐયર (18) અને રિષભ પંત (25) તેનો લાભ ઉઠાવી શક્યા નહોતા અને સસ્તામાં આઉટ થયા હતા

 

 બીજી તરફ શિખર ધવને એક છેડો સાચવી 51 રનની ઈનિંગ રમી. જોકે, તેની બેટિંગ વધારે પડતી ધીમી હોવાને કારણે તે દિલ્હીને મોટા સ્કોર સુધી પહોંચાડી શક્યો નહીં.
ચેન્નઈ માટે ડ્વેન બ્રાવોએ 4 ઓવરમાં 33 રન આપી 3 વિકેટ ઝડપી હતી. તે રિષભ પંત, કોલિન ઈન્ગ્રામ અને શિખર ધવન જેવા મોટા પ્લેયર્સની વિકેટો ઝડપી હતી. પંત જ્યારે ખતરનાક લાગી રહ્યો હતો ત્યારે તેને પેવેલિયન ભેગો કરી તેણે ચેન્નઈને મોટી રાહત અપાવી હતી. બ્રાવો સિવાય દીપક ચહર, જાડેજા અને તાહિરને 1-1 વિકેટ મળી હતી,

(1:06 am IST)