Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

એન્ટી-કરપશન હેલ્પલાઇનની બ્રાન્ડ એમ્બેસેડર બની સિંધુ

નવી દિલ્હી:  વિશ્વ ચેમ્પિયન ભારતીય મહિલા બેડમિંટન સ્ટાર પીવી સિંધુને આંધ્રપ્રદેશ સરકારની ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઈનની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. મંગળવારે અહીં સિંધુ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીની હાજરીમાં ભ્રષ્ટાચાર વિરોધી ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો.પ્રસંગે 'ભ્રષ્ટાચાર રોકો' નામનો એક વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં લોકોને ભ્રષ્ટાચાર સામે આંખ અને કાન ખુલ્લા રાખવા જણાવ્યું હતું.સિંધુ આંધ્રપ્રદેશમાં નાયબ કલેક્ટર છે. 2016 ના રિયો ઓલિમ્પિકમાં રજત પદક જીત્યા પછી તત્કાલીન રાજ્ય સરકારે ત્રણ કરોડ રૂપિયાનું ઇનામ, અમરાવતીમાં એક ઘર અને ગ્રુપ વન અધિકારીની જાહેરાત કરી હતી.

(5:33 pm IST)