Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ટેનિસ જગતમાંથી રિટાયરમેન્ટ લેતાં મારિયા શારાપોવાઓ કહયું : ગુડબાય ટેનિસ

મેં મારૂ જીવન ટેનિસને આપ્યું તો સામે ટેનિસે મને મારૂ જીવન ફરીથી પરત આપ્યું

 પેરિસ : ટેનિસ જગતમાં પાંચ વાર ગ્રેન્ડ સ્લેમ જીતનાર અને લગભગ ૨૮ વર્ષથી લોકોનું મનોરંજન કરનાર પ્લેયર મારિયા શારાપોવાએ ટેનિસ જગતને ગુડબાય-કહી.  રિટાયરમેન્ટ જાહેર કરી છે. રિટાયરમેન્ટની જાણકારી આપતાં મારિયાએ કહ્યું હતું કે ૨૮ વર્ષ પછી અને પાંચ ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ સાથે હવે હું નવા પ્રકારના  માર્ગ પર નવાં શિખરો સર કરવા તૈયાર છું. મેં મારૂ જીવન ટેનિસને આપ્યું તો સામે ટેનિસે મને મારૂ જીવન ફરીથી પાછું આપ્યું. હું મારી ટીમને, મારા કોચને અને દરેક વાતોને બહુ યાદ કરીશ. છેલ્લા ઘણા સમયથી મારિયા ખભાના દુખાવાને કારણે તકલીફનો સામનો કરી રહી હતી. ૨૦૧૬માં ઓસ્ટ્રેલિયન ઓપન વખતે ડ્રગ ટેસ્ટમાં ફેલ થવાને લીધે તેના પર ૧૫ મહિનાનો પ્રતિબંધ મુકાયો હતો. ૨૦૦૪માં મારિયાએ ૧૪ વર્ષની ઉમરે પહેલું ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું, જયારે ૨૦૧૨માં ફેન્ચ ઓપન જીત્યું હતું. ૨૦૦૪માં તેણે સેરેના વિલિયમ્સને મહાત આપી વિમ્બલ્ડન પણ પોતાના નામે કર્યું હતું.

(3:47 pm IST)
  • ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ વધુ એક દિવસ બંધ રાખવામાં આવી છે હવે ૨૭ ફેબ્રુઆરીએ રાત્રે બાર વાગે પુન: સ્થાપિત થશે access_time 11:00 pm IST

  • રજનીકાંત તૂટી પડયાઃ મોદી સરકાર ઉપર માછલા ધોયા !!! : દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંંતે દિલ્હીની હિંસા માટે મોદી સરકાર ઉપર તડાપીટ બોલાવી છેઃ તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની ઇન્ટેલીજન્સ ફેઇલ ગઇ છે access_time 11:16 am IST

  • પ્રવીણ બી ગોંધિયા આ મહિનામાં રીટાયર થઇ રહ્યા છે: ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર access_time 11:04 pm IST