Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ક્રિકેટથી દૂર રહીને ધોનીએ શરુ કરી જૈવિક ખેતી પોપૈયા બાદ હવે રાંચીમાં ઉગાડી રહ્યો છે તરબૂચ

ધોનીએ વિડિઓ શેર કરીને લખ્યું પ્રથમ વખત ખૂબ જ ઉત્સાહિત. છું

 

રાંચી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની હાલમાં છેલ્લા ઘણા મહિનાઓથી ક્રિકેટથી દૂર છે જોકે આઈપીએલમાંથી મેદાનમાં પાછા ફરવાની સંભાવના છે. પરંતુ વર્લ્ડ કપથી ક્રિકેટથી દૂર રહેનાર ધોની પોતાની જાતને સતત વ્યસ્ત રાખવા પ્રયત્નશીલ છે.પછી  ભલે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનામાં ફરજ બજાવવાની વાત હોય કે પરિવાર સાથે સમય વિતાવવાની વાત, તે સતત પોતાને વ્યસ્ત રાખે છે.

  ધોની હવે કૃષિ ક્ષેત્રમાં પણ પોતાનો હાથ અજમાવતા જોવા મળે છે.ધોનીએ સોશિયલ મીડિયા પર પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો જેમાં તે ખેતી કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો શેર કરતી વખતે ધોનીએ લખ્યું કે, '20 દિવસમાં પપૈયા પછી હવે રાંચીમાં તરબૂચની ઓર્ગેનિક ખેતી શરૂ થઈ છે. પ્રથમ વખત ખૂબ જ ઉત્સાહિત.

   ધોનીએ છેલ્લે જુલાઈ 2019 માં વર્લ્ડ કપ દરમિયાન પોતાની આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાના ન્યુઝીલેન્ડ સામેની પરાજય બાદ ધોનીની નિવૃત્તિ અંગેની અટકળો તેજ બની હતી. પરંતુ ધોનીએ ત્યારબાદ ભારતીય સૈન્ય સાથે સમય વિતાવવાની અને તેમની સેવાઓ આપવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન તે અનેક દ્વિપક્ષીય શ્રેણીમાંથી બહાર રહ્યો હતો.

(11:46 pm IST)