Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

ક્રિકેટ રમતી જોવા મળી વિશ્વની નંબર વન ટેનિસ ખેલાડી એશલે બાર્ટી

નવી દિલ્હી:: ટોચની ક્રમાંકિત એશલેહ બાર્ટીએ વિશ્વની 21 નંબરની ખેલાડી જેસિકા પેગુલાને 6-2, 6-0થી હરાવી ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. વિમ્બલ્ડન 2021 ચેમ્પિયન બાર્ટી 1978 પછી ઓસ્ટ્રેલિયન ઓપન જીતનારી પ્રથમ ઓસ્ટ્રેલિયન મહિલા બનવાનું વિચારી રહી છે. સેમીફાઈલ મેચ પહેલા વિશ્વની નંબર વન એશ્લે બાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ક્રિકેટ રમતી જોવા મળી રહી છે.

(6:58 pm IST)