Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

કૃણાલ પંડયાનુ ટ્વીટર એકાઉન્ટ થયુ હેક

 જે જોઇને કૃણાલ પંડ્યાના ચાહકો પણ આશ્વર્યમાં પડ્યા હતા. જોકે તેનુ એકાઉન્ટ બીટકોઇન માટે વેચવા માટે મુક્યુ હોવાની પોસ્ટ જોઇ ખ્યાલ આવ્યો હતો કે એકાઉન્ટ હેક થઇ ચુક્યુ છે.    કૃણાલ પંડ્યા તરફ થી હજુ કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા હેકિંગને મામલે સામે આવી નથી. જોકે આ દરમિયાન હેકરે પણ કૃણાલ પંડ્યાના એકાઉન્ટ પર થી એક બાદ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં બીટ કોઇનને લઇને પણ પોસ્ટ કરવામાં આવી હતી. તો વળી સોશિયલ મીડિયાના તેના ફેન દ્વારા પણ હેકરની પોસ્ટ પર જુદી જુદી પ્રતિક્રિયાઓ પોસ્ટ થવા લાગી છે.

 આઇપીએલમાં અત્યાર સુધી મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો હિસ્સો રહ્યો હતો કૃણાલ પંડ્યા. પરંતુ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા બંનેને મુંબઇની ટીમે રિટેન કર્યા નહોતા. જોકે હાર્દિક પંડ્યા હવે અમદાવાદની ટીમનો કેપ્ટન બની ચુક્યો છે અને હવે તેની સાથે કૃણાલ પંડ્યા પણ અમદાવાદની ટીમનો હિસ્સો મેગા ઓકશન દરમિયાન બની શકે તેવી પણ અટકળો વ્યાપી રહી છે. હાર્દિક પંડ્યાને અમદાવાદની ટીમે ૧૫ કરોડ રુપિયાની રકમ સાથે પોતાની સાથે જોડ્યો છે.

(4:08 pm IST)