Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર સિટી છઠ્ઠી વખત લીગ કપની ફાઇનલમાં પહોંચી

બ્રિસ્ટલ સિટીને બીજા લેગમાં 3-2થી હરાવ્યું હતું

બ્રિસ્ટલ: ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર સિટી છઠ્ઠી વખત લીગ કપની ફાઇનલમાં પહોંચી ગઇ છે. માન્ચેસ્ટર સિટીએ બ્રિસ્ટલ સિટીને બીજા લેગમાં 3-2થી હરાવ્યું હતું. આ પહેલા પ્રથમ લેગમાં 2-1થી વિજય મેળવ્યો હતો. એટલે કે કુલ 5-3ની જીત સાથે ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. ટીમ તરફથી લિરોય સાને, સર્બિયો એગુએરો અને કેવિન ડી બ્રૂને ગોલ કર્યા હતો. બ્રિસ્ટલ સિટી તરફથી માર્લોન પેક અને એડન ફ્લિંટે ગોલ કર્યો હતો. માન્ચેસ્ટર સિટીની ટીમ ચાર વખત (1970, 76, 2014, 16) અહીં ટાઇટલ જીતી ચૂકી છે.

(11:15 am IST)