Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ઇંગ્લેન્ડના પૂર્વ ઝડપી બોલર રોબિન જેકમેનનું અવસાન

નવી દિલ્હી: ઇંગ્લેન્ડના પૂર્વ ઝડપી બોલર અને કમેંટેટર્સ રોબિન જેકમેનનું 75 વર્ષની વયે અવસાન થયું છે. જેકમેન પાછળ પત્ની કન્ટ અને બે પુત્રી છે. ભારતના હિમાચલ પ્રદેશના સિમલામાં જન્મેલા જેકમેને ઇંગ્લેન્ડ તરફથી ચાર ટેસ્ટ અને 15 વનડે મેચ રમી હતી. 1974 થી 1983 વચ્ચે રમનાર જેકમેને કુલ 33 આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપી હતી. ઘરેલું ક્રિકેટમાં ખૂબ સફળ રહ્યો હતો અને 400 થી વધુ મેચોમાં 1402 વિકેટ ઝડપી હતી. પ્રથમ વર્ગમાં પણ તેણે 17 અર્ધી સદીની મદદથી આકર્ષક 5681 રન બનાવ્યા હતા.આઇસીસીએ સુરેના લિજેન્ડ જેકમેનના મોત પર દુ:વ્યક્ત કર્યું છે. ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી જેકમેન દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયો અને ત્યાં પ્રસારણકર્તા તરીકે કામ કર્યું.

(5:10 pm IST)