Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

2017નું વર્ષ રોહિત શર્મા માટે રહ્યું લાભકારક: 64 છગ્ગા ફટકારી બનાવ્યો નવો રેકોર્ડ

નવી દિલ્હી:રોહિત શર્માએ વર્ષ ૨૦૧૭માં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ સર્જ્યો છે. રોહિત શર્મા અભૂતપૂર્વ ક્રિકેટર તરીકે ઉભરી રહ્યો છે. રોહિત શર્માએ પહેલા ટેસ્ટમાં સદી ત્યારબાદ વનડેમાં બેવડી સદી અને હવે સૌથી ઝડપથી ટ્વેન્ટી સદીના રેકોર્ડ પોતાના નામ ઉપર કરી રહ્યો છે. રોહિત શર્માએ ૨૦૧૭માં ૬૪ છગ્ગાઓ ફટકાર્યા છે જે એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. 
ક્રિસ ગેઇલ, ડિવિલિયર્સ, શેન વોટસન, શાહીદ આફ્રિદી અને મેક્કુલમ જેવા ખેલાડીઓની વાત કરવામાં આવે તો આ તમામ ખેલાડીઓ કરતા પણ રોહિત શર્મા આગળ નિકળી ગયો છે. ગઇકાલે રાત્રે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વધુ એક સિદ્ધિ હાસલ કરી હતી. રોહિત શર્મા ટ્વેન્ટી ક્રિકેટમાં પણ સૌથી ઝડપથી સદી કરવાના રેકોર્ડ સુધી પહોંચી ગયો હતો. 
રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. રોહિત શર્માએ આજે માત્ર ૩૫ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૧૦ છગ્ગાની મદદથી આ રેકોર્ડ સિદ્ધિ હાસલ કરી હતી. ડેવિડ મિલરે પણ આ વર્ષે ૨૯મી ઓક્ટોબરના દિવસે બાંગ્લાદેશની સામે ૩૫ બોલમાં સદી ફટકારી હતી. ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રોહિત શર્માએ ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવી હતી. આ મેચમાં રોહિતે ૧૨ ચોગ્ગા અને ૧૦ છગ્ગા સાથે ૧૧૮ રન ૪૩ બોલમાં બનાવ્યા હતા. જો કે, સદી ૩૫ બોલમાં પુરી કરી હતી.

 

(5:19 pm IST)