Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

2019માં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનું કોચ પદ છોડી દેશે ડેરન લેહમાન

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કોચ ડેરન લેહમાન 2019માં આગામી એશેજ સિરીઝ પછી કોચ પદ છોડના જાહેરાત કરી છે. 2019માં લેહમાન નો ઓસ્ટ્રેલિયા સાથેનો કરાર પૂરો થવાનો હોવાથી વાતની જાહેરાત થઈ છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક બયાનમાં કહ્યું કે 'લેહમાન વાતની કબૂલાત કરી છે કે તે ટીમની સાથે કરાર પૂરો થતા તે ઓસ્ટ્રેલિયા ટીમમાંથી દૂર થવા માંગે છે. એટલે કે આગામી એશેજ સિરીઝ પછી 2019માં તે કોચ પદ છોડી દેશે.

ઓસ્ટ્રેલિયા માટે એક ખેલાડી તરીકે 47 વર્ષીય લેહમણે 27 ટેસ્ટ અને 117 વનડે મેચ રમી છે. અને ત્યાર બાદ તેને 2013માં કોચ પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

(5:17 pm IST)