Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

હેલ્મેટ પહેરી બોલીંગ કરતા આશ્ચર્ય !!

ક્રિકેટના મેદાન ઉપર સામાન્ય રીતે બેટ્સમેન, વિકેટકીપર કે કલોઝીંગ ફિલ્ડર હેલ્મેટ સાથે જોવા મળે છે, પણ ન્યુઝીલેન્ડમાં રમાયેલ સુપર સ્મૈશ ટી-૨૦ લીગમાં ઓટાગો ક્રિકેટ ટીમના મીડીયર પેસર વોરેન બાર્ન્સે નોર્થન ડિસ્ટ્રીકટ ટીમ વિરૂદ્ધ હેલ્મેટ પહેરીને બોલીંગ કરતા આશ્ચર્ય સર્જાયુ હતું. જાણવા મળ્યા મુજબ વોરેનની બોલીંગ એકશન એવી છે કે તે પોતાના ફોલો થુ મા મોઢુ નીચે જાય છે જેથી બેટ્સમેન સ્ટ્રેઈટ શોટ રમે તો બોલ માથામાં લાગવાની બીકના લીધે વોરેને હેલ્મેટ પહેરીને બોલીંગ કરી હતી.

(4:48 pm IST)