Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

વિરૂ, કૈફ, મલીન્ગા, કાલીસ, વટોરી સહિતના ખેલાડીઓ આઈસ ક્રિકેટ રમશે

ફેબ્રુઆરીમાં સ્વિટઝર્લેન્ડમાં આ સ્પર્ધા રમાશે

નવી દિલ્હી : ગ્રેમ સ્મિથ અને શાહિદ આફ્રિદી સ્વિટ્ઝર્લેન્ડમાં બે દિવસના કાર્યક્રમની ૮-૯ ફેબ્રુઆરીએ યોજાનાર પ્રથમ સેન્ટ મોરીટેઝ આઈસ ક્રિકેટમાં રમવા માટે અન્ય ટોચના ભૂતપૂર્વ ખેલાડીઓ સાથે જોડાયા છે.

આફ્રિદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધા પછી તે આ સ્પર્ધામાં નિયમિતપણે રમી રહ્યો છે, પણ સ્મિથ ફેબ્રુઆરી ૨૦૧૬માં માસ્ટર્સ ચેમ્પિયન્સ લીગમાં ભાગ લીધા પછી તેમાં પહેલી વાર રમશે. ભાગ લેનાર અન્ય ક્રિકેટ સીતારા છે વિરેન્દર સેહવાગ, મોહંમદ કૈફ, શોએબ અખ્તર, માહેલા જયવર્દને, લસીથ મલીન્ગા, માઈકલ હસી, જેક કેલીસ, ડેનિયલ વેટોરી, નેથન મેકલમ, ગ્રાન્ટ એલીયટ, મોન્ટી પનેસર, ઓવેસ શાહ.

આયોજક વી. જે. સ્પોટ્ર્સનો દાવો છે કે સ્પર્ધાને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી) તરફથી માન્યતા મળી ચૂકી છે.

ખેલાડીઓ લાલ બોલ સહિત પ્રણાલીગત ક્રિકેટના સાધન વાપરશે પણ સ્પાઈકના બદલે સ્પોટ્ર્સના બુટ પહેરશે. મેચો મેટીંગ પીચ પર રમાશે.

(11:54 am IST)