Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

અમારા બોલર્સે બહુ શોર્ટ બોલ ફેંક્યા જેનો લેથમે લાભ લીધો ઃ શિખર ધવન

શાર્દુલ ઠાકુરની આઠમી ઓવરમાં લેથમે ચાર ફોર અને ઍક સિક્સર ફટકારી હતી. ઍ ઓવરમાં પચીસ રન બન્યા હતા  અને મેચ ન્યુ ઝીલેન્ડની ફેવરમાં જતી રહી હતી.

ભારત ગઇ કાલે વન-ડે સિરીઝમાં ૦-૧થી પાછળ રહ્નાં ઍ બદલ કેપ્ટન શિખર ધવને અમુક અંશે ટીમની બોલિંગને જવાબદાર ગણાવી હતી. તેણે પત્રકારોને કહ્નાં હતું ‘ઍક તો અમારા બોલર્સે પ્લાન મુજબ બોલિંગ નહોતી કરી અને બીજું, અમે બહુ શોર્ટ બોલ ફેîકયા હતા જેનો સેન્ચુરિયન ટોમ લેથમે ફાયદો ઉઠાવ્યો હતો.

લેથમે ૧૦૪ બોલમાં કરીઅર-બેસ્ટ અણનમ ૧૪૫ રન બનાવ્યા હતા. ધવને કહ્નાં કે ‘અમારૂ ૩૦૬ રનનું ટોટલ સારું હતું અને પહેલી ૧૫ ઓવરમાં બોલ સારાઍવા સીમ થતા હતા, પરંતુ બીજાં મેદાનોથી ભિન્નઆ ગ્રાઉન્ડ પર અમારા બોલર્સે ઘણા શોર્ટ ઓફ લેન્ગ્થ બોલ ફેîકયા હતા, જેમાં લેથમે આક્રમક મૂડમાં બેટિંગ કરીને રન ખડકી દીધા હતા. કેટલાક બોલમાં અમારી મિસફીલ્ડ પણ હતી. ખાસ તો બહુ શોર્ટ બોલ ફેîકવાને કારણે જ બાજી ભારતના હાથમાંથી જતી રહી. ૪૦મી ઓવર (જે શાર્દુલે કરી હતી)માં લેથમે ચાર ફોર અને ઍક સિક્સર ફટકારી હતી, જેમાં જ ટર્ન આવી ગયો હતો. અમારા ખેલાડીઓઍ આ મેચમાંથી ઘણું શીખવા જેવું છે.’

(4:36 pm IST)