Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

શ્રેયસની શાનદાર સદી : ભારત ૩૪૫માં ઓલઆઉટ

કાનપુર ટેસ્ટ દિવસ-૨: અશ્વિન (૩૮ રન) સિવાયના બેટરો જાજુ ખેંચી ન શકયા : ઐય્યર ૧૦૫, જાડેજા આજે એકપણ રન ઉમેર્યા વગર પેવેલીયન ભેગોઃ સાઉથીની ૫ વિકેટઃ કિવિઝ ૭૬/૦

કાનપુરઃ ગ્રીનપાર્ક સ્ટેડીયમ ખાતેના મેદાનમાં આજે બીજા દિવસે ભારતીય બેટરો લાંબી ઇનીંગ રમી શકયા ન હતા. અને આખી ટીમ ૩૪૫ રન બનાવી ઓલઆઉટ થઇ હતી. શ્રૈયસ ઐય્યર ડેબ્યુ ટેસ્ટમાં જ શાનદાર સદી ફટકારી છે.

આજે સવારે શ્રેયસ અને જાડેજા દાવમાં ઉતર્યા હતા. પરંતુ જાડેજા એકપણ રન ઉમેરે તે અગાઉ જ ગઇકાલના જ ૫૦ રનના સ્કોરે આઉટ થઇ ગયો હતો. બાદ સહા દાવમાં આવ્યો હતો. પરંતુ તે પણ માત્ર ૧ રન બનાવી પેવેલીયન ભણી ગયો હતો. ઐય્યરનો અશ્વિને સાથ આપ્યો હતો. શ્રેયસે તેના પ્રથમ જ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે ૧૭૧ બોલમાં  ૧૩ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૧૦૫ રન બનાવ્યા હતા.

અશ્વિન ૩૮, અક્ષર ૩ અને ઇશાંત ૧ રનક બનાવી આઉટ આઉટ થયા હતા. આમ ભારતની ટીમ ૧૧૧.૧ ઓવરમાં ૩૪૫ રન બનાવી ઓલઆઉટ થયુ હતુ.

ન્યુઝીલેન્ડના બોલરો સાઉથીએ ૬૯ રનમાં પાંચ વિકેટ તો જેમીસને ૩ વિકેટ લીધી હતી.

આ લખાય છે ત્યારે ન્યુઝીલેન્ડે તેની પ્રથમ ઇનીંગમાં ઓપનરો લાથમ ૨૫ અને યંગ ૫૦ રને દાવમાં છે. ભારતીય બોલરો વિકેટ મેળવવા ઝઝુમી રહયા છે.

(3:47 pm IST)