Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

વંશીય ટીપ્પણી વિવાદમાં ફસાયો માઈકલ વોનઃ કોમેન્ટ્રી પેનલમાંથી હકાલપટ્ટી

 નવીદિલ્હીઃ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં ખેલાડીઓ તેમની વંશીય ટિપ્પણી માટે કુખ્યાત છે.  આ યાદીમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનનું નામ પણ જોડાઈ ગયું છે.  આરોપો લાગતાની સાથે જ ગ્ગ્ઘ્એમોટી કાર્યવાહી કરી અને માઈકલ વોનને તેની કોમેન્ટ્રી પેનલમાંથી હટાવી દીધો.  માઈકલ વોન હવે આવતા મહિને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ઍશિઝ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલનો ભાગ રહેશે નહીં.

ધ ઍશિઝ માટે વોન આ કોમેન્ટ્રી પેનલનો ભાગ હતો.  બીબીસીની આ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા માઈકલ વોને પોતાની નિરાશા વ્યકત કરી છે.  તે કહે છે કે તે મુદ્દાઓના નિરાકરણનો ભાગ બનવા માંગે છે. હકીકતમાં પાકિસ્તાની મૂળના યોર્કશાયરના ભૂતપૂર્વ ખેલાડી અઝીમ રફીકે જાતિવાદ પર ખુલાસો કરીને સનસનાટી મચાવી દીધી હતી.  તેણે ઈંગ્લેન્ડ ક્રિકેટના ઘણા મોટા નામો પર જાતિવાદનો આરોપ લગાવ્યો હતો.  ભૂતપૂર્વ ખેલાડીએઆરોપ લગાવ્યો કે ૨૦૦૯માં કાઉન્ટી મેચ દરમિયાન વોને તેને અને એશિયન મૂળના યોર્કશાયરના અન્ય ખેલાડીઓને કહ્યુ હતું કે તમારામાં ઘણા બધા છે, અમારે તેના વિશે કંઈક કરવાની જરૂર છે.  જોકે, ૨૦૦૫ની એશિઝ વિજેતા કેપ્ટન માઈકલ વોને આ આરોપોને નકારી કાઢ્યા છે.

 તે જ સમયે, બુધવારે બીબીસીએ અઝીમ રફીકના આરોપોને ગંભીરતાથી લીધા છે.  જાતિવાદી આરોપોને ધ્યાનમાં રાખીને, બીબીસીએ માઈકલ વોનને કોમેન્ટ્રી પેનલમાંથી દૂર કરવાની જાહેરાત કરી.  બીબીસીએ પુષ્ટિ કરી કે વોન એશિઝ કોમેન્ટ્રી પેનલનો ભાગ નહીં હોય.  વોને બીબીસીની કાર્યવાહી પર પોતાની પ્રતિક્રિયા આપી છે.  સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર પોતાના મંતવ્યો શેર કરતા વોન કહ્યું કે તે બીબીસી પર કોમેન્ટ્રી કરવાનું ચૂકી જશે, જો કે તે ઓસ્ટ્રેલિયામાં ફોકસ ક્રિકેટ માટે વિશ્લેષણ કરવાનું ચાલુ રાખશે.

(2:45 pm IST)