Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

સ્કોટિશ ઓપનનું ટાઈટલ જીતનાર લક્ષ્ય બન્યો ચોથો ભારતીય

ગ્લાસગો : લક્ષ્ય સેને ગ્લાસગોમાં રમાયેલી સ્કોટિશ ઓપન ટુર્નામેન્ટનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. લક્ષ્યે ફાઇનલમાં બ્રાઝિલના કોહેલોને ૧૮-૨૧, ૨૧-૧૮, ર૧-૧૯થી હરાવ્યો હતો. તેણે ૫૬ મિનિટમાં આ મેચ પોતાના નામે કરી લીધી હતી. છેલ્લા ત્રણ મહિનામાં લક્ષ્ય આ ચોથું ટાઇટલ જીત્યો છે. સ્કોટિશ ઓપન જીતનાર લક્ષ્ય ચોથો ભારતીય બન્યો છે. એ પહેલાં આનંદ પવાર (૨૦૧૦ અને ૨૦૧૨), અરવિંદ ભટ્ટ (૨૦૦૪) અને ગોપીચંદ (૧૯૯૯) આ ટુર્નામેન્ટ જીત્યા હતા. આ જીત સાથે લક્ષ્ય બીડબ્લ્યુએક રેન્કિંગ્સમાં ટોપ-૪૦માં આવી ગયો છે.

(3:53 pm IST)