Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં આર્ચર બન્યો વંશભેદી ટિપ્પણીનો શિકાર

ન્યુઝીલેન્ડ ક્રિકેટ એસો.એ કહ્યું અમે જોફ્રા આર્ચરની માફી માંગીશુ

ઓકલેન્ડઃ ન્યુ  ઝીલેન્ડ સાથે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો જોફ્રા આર્ચર વંશભેદી ટિપ્પણીનો શિકાર બન્યો હતો. આ અંગે ટ્વિટર પર જાણકારી આપતાં જોફ્રા આર્ચરે ટ્વીટ કર્યું હતું કે 'હું જયારે મારી ટીમને હારથી બચાવવા માટે ફાઈટ કરી રહ્યો હતો ત્યારે એક વ્યકિતએ વંશીય દુર્વ્યવહાર કર્યો હતો. આ અઠવાડિયે એક વ્યકિતને બાદ કરતાં ક્રાઉડ ખૂબ સારૃં હતું. બાર્મી આર્મીએ હંમેશની જેમ સારો વ્યવહાર  કર્યો હતો.'

આર્ચરની ટ્વીટ બાદ ન્યુઝીલેન્ડ ક્રિકેટ એસોસિએશને એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે 'અમે જોફ્રા આર્ચરની માફી માગીશું. આ વિશે તપાસ શરૂ કરવામાં આવી છે. મેદાન પર હાજર સુરક્ષા- કર્મચારીઓએ વ્યકિતની ઓળખ કરી શકયા નથી. સીસીટીવી કેમેરાનાં ફુટેજ પણ ચેક કરવામાં આવી રહ્યાં છે. જરૂર પડશે તો પોલીસને પણ તપાસમાં સામેલ કરવામાં આવશે.'

(3:51 pm IST)