Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ઓસ્ટ્રેલિયાના નવા પસંદગીકર્તા બનશે જ્યોર્જ બેઈલી

ટીમના કોચ જસ્ટિન નવા પસંદગીકર્તા અને ચેરમેન ટ્રેવર હોન્સ સાથે પેનલમાં સામેલ

મુંબઈ : પૂર્વ વનડે અને ટી-૨૦ કેપ્ટન જ્યોર્જ બેઈલી ઓસ્ટ્રેલિયાના નવા પસંદગીકર્તા હશે. જ્યોર્જ બેઈલીને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કોચ જસ્ટિન નવા પસંદગીકર્તા અને ચેરમેન ટ્રેવર હોન્સ સાથે પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે.

 ક્રિંકઇન્ફોની રિપોર્ટ મુજબ જ્યોર્જ બેઈલી અને ટ્રેવર હોન્સ સાથે કામ કરશે. જ્યોર્જ બેઈલીની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાએ ૨૦૧૨ માં શ્રીલંકામાં રમાયેલ ટી-૨૦ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ૩૭ વર્ષીય જ્યોર્જ બેઈલી હજુ પણ ક્રિકેટના મેદાન પર મહેનત કરી રહ્યા છે. તે આ સમયે બીગ બેશ લીગમાં હોબાર્ટ હરીકેન્સ અને શેફીલ્ડ શિલ્ડમાં તસ્માનિયા માટે રમે છે.

  ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) ના રાષ્ટ્રીય ટીમ પ્રમુખ બેન ઓલીવરે જણાવ્યું છે કે, 'હું ઘણો ખુશ છુ કે, લોકો પોતાની જવાબદારી નિભાવવા માટે આગળ આવી રહ્યા છે. કેટલાક લોકો એવા હશે જે વાસ્તવમાં આ ભૂમિકા ચૂકવાથી તે નિરાશ હશે. વાસ્તવમાં અમે હવે તે પ્રક્રિયાના અંત સુધી પહોંચવાના લઈને ઉત્સાહિત છે. આ અત્યારે પૂરું થયું નથી, પરંતુ અમે તેનાથી વધુ દુર પણ નથી.'

(11:00 am IST)
  • મોદી સરકાર વધુ ભ્રષ્ટાચાર ઓફિસરોને ફરજીયાત નિવૃત્ત કરશે : મોદી સરકાર વધુ ૨૧ જેટલા ભ્રષ્ટાચારી આવકવેરાના ઓફિસરોને ફરજીયાત નિવૃત્ત કરી રહેલ છેઃ નાણાખાતાના વર્તુળોને ટાંકીને રાષ્ટ્રીય સમાચાર સંસ્થાએ આ અહેવાલ આપ્યો છે access_time 4:30 pm IST

  • મહારાષ્ટ્રમા રાજકીય મડાગાંઠ વચ્ચે ફ્લોર ટેસ્ટ પહેલા જ શક્તિ પ્રદર્શન : હોટલ હયાતમાં શિવસેના,એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યોની પરેડ : ત્રણેય પક્ષના સહીત 162 ધારાસભ્યો હાજર રહ્યાંનો દાવો : શરદ પવાર ,સુપ્રિયા સુલે,ઉદ્ધવ ઠાકરે સહિતના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિ access_time 7:36 pm IST

  • ભાજપે બે વર્ષમાં દેશમાં 31 ટકા શાસન હિસ્સો ગુમાવ્યો : ડિસેમ્બર-2017માં દેશના 71 ટકા હિસ્સામાં ભાજપનો હતો દબદબો : ભાજપ અથવા ભાજપના ગઠબંધન સરકાર હતી : નવેમ્બર-2019માં દેશમાં ભાજપનો શાસન હિસ્સો 40 ટકા રહયો : 23 મહિનામાં 31 ટકા હિસ્સો ગુમાવ્યો : દેશના રાજ્યોમાં ભાજપના જનાધારમાં મોટું ગાબડું access_time 12:34 am IST