Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

યજમાન ફ્રાન્સને હરાવી ક્રોએશિયા 13 વર્ષ બાદ બન્યું ડેવિસ કપ ચેમ્પિયન

ક્રોએશિયા 13 વર્ષ બાદ ફરી એક વખત ડેવિસકપમાં ચેમ્પિયન બન્યું છે. તેણે યમજાન ફ્રાન્સને હરાવીને આ ટાઈટલ જીત્યું છે. ક્રોએશિયા આ અગાઉ 2005માં ચેમ્પિયન બન્યું હતું. તેણે 2005માં સ્લોવાકિયાને ફાઈનલમાં હરાવીને પ્રથમ વખત ડેવિસ કપ જીત્યો હતો.

  ક્રોએશિયા અને ફ્રાન્સ વચ્ચે લગભગ 23 થી 25 નવેમ્બર વચ્ચે લિલેમાં ડેવિસ કપની ફાઈનલ રમાઈ હતી. બંને દેશ વચ્ચે ચાર મહિના પહેલા મોસ્કોમાં યોજાયેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં ફાઈનલ રમાઈ હતી. એ સમયે ક્રોએશિયાને હરાવીને ફ્રાન્સ ફૂટબોલ ચેમ્પિયન બન્યું હતું.

  અત્રે ઉલ્લેખનીય છે કે ફ્રાન્સે ક્રોએશિયાને હરાવીને પોતાનો બીજો વર્લ્ડ કપ જીત્યો હતો. હવે ક્રોએશિયાએ ફ્રાન્સને હરાવીને બીજી વખત ડેવિસ કપ જીત્યો છે. ડેવિસ કપ ટેનિસમાં પુરુષ વર્ગની ટીમ ઈવેન્ટ છે.

(10:33 pm IST)