Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

બીજી વખત ડેવિસ કપ પોતાના નામે કર્યો ક્રોએશિયાની ટીમે

નવી દિલ્હી: પોતાના અનુભવી ટેનિસ ખેલાડી  મારિન સિલિકની જીતની સાથે ક્રોએશિયાએ બીજી વખત ડેવિસ કપનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે મળતી માહિતી અનુસાર સિલિકે ફાઇનલના ચોથા મુકાબલામાં ફ્રાન્સના લુકાસ પાઉલીને માત આપી.

ડેવિસ કપની ફાઇનલમાં ક્રોએશિયાએ ફ્રાન્સને 3-1ને હરાવ્યું. સિલિકે અંતિમ મુકાબલામાં લુક્સને 7-6, 6-3,6-3થી હરાવ્યો. મેચ પછી સિલિકે કહ્યું કે તમે રોજ વિશ્વ ચેમ્પિયન નથી બનતા અમારા માટે સપનું પૂરું થયું તેવું છે.

(5:43 pm IST)