Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

જયારે હું કરિયરની ચરમસીમા ઉપર હતો ત્‍યારે તેને બહારનો રસ્‍તો બતાવવામાં આવ્‍યો હતો :

કોલકાતાઃ ક્રિકેટ ટીમની સૌથી સીનિયર ખેલાડી મિતાલી રાજને ઈંગ્લેન્ડ સામેની વિશ્વ ટી20ના સેમીફાઈનલમાંથી બહારનો રસ્તો બતાવાયો છે. જોકે, પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને આ વાતનું કોઈ આશ્ચર્ય નથી. તેણે કહ્યું કે,’જ્યારે તે પોતાના કરિયરની ચરમસીમા પર હતો ત્યારે તેને આ જ રીતના બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો.’

આશ્ચર્યની વાત તો એ છે કે આ પછી ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં પણ જગ્યા મળી નહોતી. જેમાં ભારતને આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ગાંગુલીએ કહ્યું,’ભારતનો કેપ્ટન હોવા છતાં મારે ડગઆઉટમાં બેસવું પડ્યું હતું.’ જ્યારે મેં જોયું કે મિતાલી રાજને બહાર કરવામાં આવી છે તો મેં કહ્યું કે,’આ ગ્રુપમાં તમારુ સ્વાગત છે.’

આ 46 વર્ષીય ખેલાડીએ પાકિસ્તાન સામે 2006માં રમાયેલી બીજી ટેસ્ટ મેચને યાદ કરતાં કહ્યું કે,’કેપ્ટન તમને બહાર બેસવાનું કહે તો એવું જ કરો. મેં ફૈસલાબાદમાં આવું જ કર્યું હતું. મેં 15 મહિના સુધી વન ડે રમી નહોતી. જ્યારે હું વન ડેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો હતો. જિંદગીમાં ક્યારેક એવું પણ થાય છે. ક્યારેક તમને બહારનો રસ્તો પણ બતાવવામાં આવે છે.’

ગાંગુલીએ મિતાલી રાજ વિશે કહ્યું કે હાલ તેના રસ્તા બંધ નથી થયાં. ગાંગુલીએ કહ્યું કે,’તમારે હંમેશા યાદ રાખવું જોઈએ કે તમે સર્વશ્રેષ્ઠ છો. કારણકે તમે કંઈક સારુ કામ કર્યું છે. આવી જ તક ફરીથી પણ આવશે. આ કારણે જ મિતાલી રાજને જ્યારે બહાર બેસવું પડ્યું તો મને નિરાશા નથી થઈ. હું મેદાન પર પ્રતિક્રિયાઓને જોઈને નિરાશ નથી.’

ગાંગુલીએ એ પણ જણાવ્યું હતું કે,’મને નિરાશા છે કે ભારત સેમિફાઈનલમાં હારી ગયું કારણકે મને લાગે છે કે તે આગળ જઈ શક્યું હોત. એવું થઈ શક્યું હોત કારણકે એવું કહેવાય છે કે જિંદગીની કોઈ જ ગેરન્ટી નથી.’ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિશે ગાંગુલીએ કહ્યું કે ધોની હજુ પણ લાંબી સિક્સર લગાવવા માટે સક્ષમ છે. તેને ટીમમાં હોવું જ જોઈએ.

(4:51 pm IST)