Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

૧૬ વર્ષની ઉંમરે બેંગ્‍લોરનો વિદ્યાર્થી કરોડપતિ બન્‍યો : બ્રેક થ્રુ જુનિયર ચેલેન્‍જ સ્‍પર્ધા જીતી

16 વર્ષની ઉંમરે સમય ગોદિકા કરોડપતિ બની ગયો છે. આ વર્ષની શરૂઆતમાં બેંગ્લોરના આ છોકરાએ ચોથી ‘બ્રેકથ્રૂ જુનિયર ચેલેન્જ’ જીતી. આ વૈશ્વિક સ્પર્ધા યુએસના સનફ્રાંસિસ્કોમાં યોજાઈ હતી. સમયે આ સ્પર્ધામાં 2.9 કરોડ (4 લાખ USD) જીત્યા જેમાંથી તેને 2,50,000 લાખ ડોલર (1.8 કરોડ રૂપિયા) કોલેજની સ્કોલરશીપ રૂપે મળશે. 13થી 18 વર્ષના બાળકો માટે યોજાતી આ સ્પર્ધામાં સ્પર્ધકે 3 મિનિટનો વીડિયો લાઈફ સાયન્સ, ફિઝિક્સ કે ગણિત વિષય પર બનાવવાનો હોય છે. આ ટોપિક સરળતાથી વીડિયોમાં સમજાવવાના હોય છે.

સમયને આ કોમ્પિટિશનમાં વીડિયો બનાવવાની પ્રેરણા તેની જ સ્ટ્રગલ પરથી મળી. બેંગ્લોરની નેશનલ પબ્લિક સ્કૂલનો ધોરણ 11નો વિદ્યાર્થી સમય અસ્થમાથી પીડાય છે. સમયે નોંધ્યું કે વહેલી સવારે અસ્થામાની સમસ્યા વધી જાય છે માટે જ તેણે સર્કેડિયન રિધમ સમજાવતો વીડિયો તૈયાર કર્યો. સમયે કહ્યું કે, “દિવસ દરમિયાન અસ્થામાના એપિસોડ સાધારણ રહેતા હતા પરંતુ વહેલી સવારે ખૂબ તકલીફ થતી. જ્યારે આ અંગે મેં રિસર્ચ કરવાનું શરૂ કર્યું ત્યારે મને ખબર પડી કે આવું સર્કેડિયન રિધમ એટલે બોડી ક્લોક (શરીરની 24 કલાકની સાયકલ)ના કારણે થાય છે.”

(4:49 pm IST)