Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

મહિલા ટીમના બોલર ઝુલન ગોસ્વામીનો 36માં વર્ષમાં પ્રવેશ :ક્રિકેટ ના રમે તે માટે માતા ઘરમાં બંધ કરી દેતી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનારઝુલન મેચ પ્રેક્ટિસ કરવા 80 કી,મી,ની મુસાફરી કરતી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સૌથી અનુભવી ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ 35 વર્ષ પુરા કરીને 36માં વર્ષમાં પ્રવેશી છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (ટેસ્ટ, વન-ડે અને ટી-20)માં 300 વિકેટ ઝડપનાર આ ખેલાડી ભારત માટે સચિન તેંડુલકર, કપિલ દેવ, ધોની અને વિરાટ કોહલી જેવી જ ખાસ છે.ઝુલનના નામે મહિલા ક્રિકેટના ઘણા રેકોર્ડ છે.

   ઝુલન ગોસ્વામીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 300 વિકેટ લીધી છે. જેમાં 10 ટેસ્ટમાં 40, 171 વન-ડેમાં 207 અને 68 ટી-20માં 56 વિકેટ ઝડપી છે. જે વર્લ્ડ રેકોર્ડ છે. દુનિયાની બીજી સૌથી સફળ મહિલા બોલર ઓસ્ટ્રેલિયાની કેથરિન ફિટ્જપેટ્રિક છે. જેના નામે 240 વિકેટ છે. એટલે કે 300 વિકેટ સુધી બીજી મહિલા પહોંચી નથી.

   35 વર્ષની ઉંમરમાં ઝુલનના નામે વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ ઝડપવાનો વર્લ્ડ રેકોર્ડ (207) છે.આ સિવાય ટી-20 ક્રિકેટમાં (56 વિકેટ) ભારતની સૌથી સફળ બોલર છે.

   ઝુલન 2007માં આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર બની હતી. જ્યારે 2007માં તેને આઈસીસી વુમેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. આ સિવાય તે 2010માં અર્જુન એવોર્ડ અને 2012માં પદ્મ શ્રીથી સન્માનિત થઈ ચૂકી છે.15 વર્ષની ઉંમરમાં ક્રિકેટ રમવાનું શરુ કરનાર ઝુલને 1997માં ભારતમાં યોજાયેલ મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં બોલ ગર્લ તરીકે કામ કર્યું હતું. આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી.

પશ્ચિમ બંગાળના નાડિયા જિલ્લાના એક નાના ગામમાં જન્મેલી ઝુલનને બાળપણથી સ્કુલ જવાનું પસંદ ન હતું. ક્રિકેટ પ્રત્યે ઝનુન હતો. ક્યારેક-ક્યારેક ક્રિકેટ રમતા રોકવા માટે માતા તેને ઘરમાં બંધ કરી દેતી હતી. જોકે તે ચુપચાપ રીતે ઘરમાંથી નિકળી મિત્રો સાથે રમવા ક્લબ પહોંચી જતી હતી. તે મેચ પ્રેક્ટિસ માટે લગભગ 80 કિલોમીટરની સફર કરતી હતી અને આ માટે તેણે 4.30 કલાકે લોકલ ટ્રેન પકડવી પડતી હતી.

15 વર્ષની ઉંમરમાં ક્રિકેટ રમવાનું શરુ કરનાર ઝુલને 1997માં ભારતમાં યોજાયેલ મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં બોલ ગર્લ તરીકે કામ કર્યું હતું. આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી.

(1:08 pm IST)