Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

દ્રવીડના એકદમ નજીકના ગણાતા પારસ મહામ્બ્રે બોલીંગ કોચ બનશે

યુવા બોલરો સાથે કામ કરી ચુકયા છેઃ કોચીંગનો અનુભવ

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ઝડપી બોલર પારસ મ્હામ્બ્રરે,  સિનિયર ટીમના બોલિંગ કોચના પદ માટે અરજી કરી છે. રાહુલ દ્રવિડના નજીકના માનવામાં આવે છે.    બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે,  તે છેલ્લા એક દાયકાથી ભારતીય ક્રિકેટની ચુનંદા કોચિંગ સિસ્ટમનો એક ભાગ છે. મ્હામ્બ્રેએ ૧૯૯૬ અને ૧૯૯૮ વચ્ચે ભારત માટે બે ટેસ્ટ અને ત્રણ વનડે રમી છે.  તેણે મુંબઈ માટે ૯૧ ફર્સ્ટ કલાસ મેચમાં ૨૮૪ વિકેટ લીધી છે.  જોકે, તેણે કોચ બનીને વધુ ખ્યાતિ મેળવી.  તેઓ રણજી ટ્રોફીમાં બંગાળ અને બરોડાના કોચ રહી ચૂક્યા છે. તે બંગાળને રણજી ફાઇનલમાં લઈ ગયો છે.  તે આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી સાથે પણ રહ્યો છે.  આ પછી તે નેશનલ ક્રિકેટ એકેડમી સાથે જોડાયેલો હતો. ૨૦૨૦માં અંડર ૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમના કોચ પણ હતા.  ભારતના નેકસ્ટ જનરેશનના ફાસ્ટ બોલર અવેશ ખાન, પ્રણંદન ક્રિષ્ના, કમલેશ નાગરકોટી, કાર્તિક ત્યાગી, શિવમ માવી, ઈશાન પોરેલે જુનિયર ક્રિકેટમાં પારસ  સાથે કામ કર્યું છે.  જ્યારે ભારતીય ટીમ તાજેતરમાં શ્રીલંકા પ્રવાસ માટે ગઈ ત્યારે પણ પારસ ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફનો ભાગ હતો. 

(2:54 pm IST)