Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

પાકિસ્તાની હરામખોરોએ શમી વિરૂધ્ધ સોશ્યલ મિડીયામાં ટીપ્પણી કરતાં ફેસબુકે ડીલીટ કરી નાંખી

સચીને કહ્યું શમી અને ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરો

નવી દિલ્હીઃ પાકિસ્તાન સામે હાર બાદ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીને સોશિયલ મીડિયા પર દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ફેસબુકે અપમાનજનક ટિપ્પણીઓ કાઢી નાખી છે.  ફેસબુક કંપનીના પ્રવકતાએ કહ્યું, 'કોઈને ક્યાંય હેરાન થવાની જરૂર નથી અને અમે નથી ઈચ્છતા કે અમારા પ્લેટફોર્મ પર આવું થાય. અમે ભારતીય ક્રિકેટરને નિશાન બનાવતી આ ટિપ્પણીઓને તાત્કાલિક દૂર કરી દીધી છે. સોશિયલ કોડનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવાનું ચાલુ રાખીશું. અમે તાજેતરમાં જ અમારી પોલિસી જાહેર કરી છે જે સેલિબ્રિટીઓની સુરક્ષાને વધારે છે.    ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે ટ્વિટર પર શમીનો બચાવ કરતા કહ્યું, જ્યારે અમે ટીમ ઈન્ડિયાને સમર્થન આપીએ છીએ ત્યારે અમે ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતા દરેક ખેલાડીને સમર્થન આપીએ છીએ. મોહમ્મદ શમી એક પ્રતિબદ્ધ અને વર્લ્ડ કલાસ બોલર છે. તે અન્ય ખેલાડીઓની જેમ ખરાબ દિવસ પણ આવી શકે છે. શમી અને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરો.

(2:53 pm IST)