Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

વરૂણ જેવા મિસ્ટ્રી બોલર અમારે ત્યાં શેરીઓમાં બાળકો જેવી બોલીંગ કરે છે : સલમાન બટ્ટ

પાક.ના ખેલાડીની ડંફાસ : જો ભારત ચક્રવર્તીને ફરીથી અમારી સામે રમાડશે તો પરિણામ એ જ આવશે

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલમાન બટ્ટે ભારતના ઉભરતા મિસ્ટ્રી સ્પિનર  વરુણ ચક્રવર્તી પર કટાક્ષ કર્યો છે.  વરુણ એક રહસ્યમય બોલર હોઈ શકે છે પરંતુ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન કોઈ આર્શ્ચજનક નહોતા. વરૂણ પાસે વિવિધ પ્રકારના બોલ નાખવાની આવડત છે.   સલમાન બટ્ટે કહ્યું, વરુણ ચક્રવર્તી ભલે મિસ્ટ્રી બોલર હોય, પરંતુ તેણે અમને આશ્ચર્ય નહોતું કર્યું, પાકિસ્તાનમાં ઘણા બાળકો ટેપ બોલથી ક્રિકેટ રમે છે. પાકિસ્તાન સ્ટ્રીટ ક્રિકેટમાં દરેક બાળક આવી બોલિંગ કરે છે.  આ દરમિયાન સલમાને શ્રીલંકાના પૂર્વ બોલર અજંતા મેંડિસલનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેને મિસ્ટ્રી બોલર પણ કહેવામાં આવે છે પરંતુ તે પાકિસ્તાન સામે બહુ સફળ રહ્યો ન હતો.

'તેમની કારકિર્દીની શરૂઆતમાં મેન્ડિસે ઘણી ટીમોને પરેશાન કરી હતી, પરંતુ પાકિસ્તાન સામે તેનો રેકોર્ડ નબળો હતો.  બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને તેની સામે કેટલી આસાનીથી રન બનાવ્યા તે જોતા વરુણ ચક્રવર્તી કદાચ ફરી પાકિસ્તાન સામે નહીં રમે.  જો ભારત ફરી આવું કરશે તો પરિણામ ફરી એ જ આવશે.

(11:36 am IST)