Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

સાઉથ આફ્રિકા સાથે આજથી ત્રણ દિવસની પ્રેકટીસ મેચ

ટેસ્ટ મેચ પહેલા રોહિત અને ઉમેશને તૈયારીની તક

નવી દિલ્હી : સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટી૨૦ મેચ સિરીઝ ડ્રો થયા બાદ બન્ને ટીમો વચ્ચે બીજી ઓકટોબરથી પહેલી ટેસ્ટ મેચ શરૂ થશે. જોકે એ પહેલાં બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવન અને સાઉથ આફ્રિકાની ત્રણ દિવસની મેચ આજથી શરૂ થવાની છે.

રોહિત શર્માની આગેવાનીવાળી આ ટીમમાં મયંક અગરવાલ અને ઉમેશ યાદવ જેવા પ્લેયરોને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જસપ્રીત બુમરાહને ઈજા થતાં તે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે અને તેના સ્થાને ઉમેશ યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આજની આ પ્રેકિટસ-મેચના માધ્યમે ઉમેશ યાદવને પોતાની ગેમ માટે પ્રેકિટસ કરવાની પણ તક મળી રહેશે. શોર્ટ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના ઓપનર રોહિત શર્માને ટેસ્ટ મેચમાં પણ ઓપનિંગ કરવાની જવાબદારી આપવામાં આવી છે જે માટે આ પ્રેકિટસ-મેચ મદદરૂપ થવાની આશંકા છે.

ડુ પ્લેસીનો સાઉથ આફ્રિકાની ટીમમાં સમાવેશ કરાયો છે. મહેમાન ટીમ ભારતીય પીચ પર આ મેચ રમી ટેસ્ટ શ્રેણીનો અંદાજો માંડી શકે છે.

(4:01 pm IST)