Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

બે વર્ષ પછી ધોની ફરી કેપ્ટ્ન તરીકે મેદાનમાં આવશે

નવી દિલ્હી :દુબઈમાં ચાલી રહેલા એશિયા કપમાં મહેન્દ્રસિંહ ધોની વિરાટની ગેરહાજરીમાં ઈન્ડિયન ટીમની કમાન સંભાળી રહ્યાં છે. બે વર્ષ બાદ ધોની ભારતીય ટીમની કેપ્ટનશીપ માટે ફરી મેદાને આવ્યા છે. કેપ્ટન તરીકે ધોની છેલ્લે ૨૯ ઓકટોબર ૨૦૧૬ના રોજ ન્યુઝિલેન્ડ સામે વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં જોવા મળ્યા હતા. કેપ્ટન તરીકે ધોનીની આ મેચ ૨૦૦મી વન-ડે મેચ છે.

આ શિખર પહોંચનારા ધોની વિશ્વના ૩જા કેપ્ટન છે. આ રેકોર્ડમાં બીજા નંબરે ન્યુઝીલેન્ડના સ્ટીફન ફલેમીંગ છે અને પ્રથમ નંબરે ઓસ્ટ્રેલીયાના રીકી પોન્ટીંગનું નામ સામેલ છે. ધોનીએ રમેલ ૧૯૯ મેચમાં ૧૧૦ મેચોમાં તેઓ જીત મેળવી ચૂકયા છે ત્યારે ૭૪ મેચમાં તેમને હારનો સામનો કરવો પડયો હતો. આ સીવાયની ચાર મેચો ટાઈ થઈ હતી.

એશિયા કપના સુપર-૪ના મુકાબલામાં અફઘાનિસ્તાને ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે આ મેચમાં પોતાની બેંચ સ્ટ્રેન્થને જોતા ફેરફારો કર્યા હતા. આ વખતેની ટીમમાં રોહિત શર્મા, શિખર ધવન, જશપ્રીત બુમરાહ અને યુજવેન્દ્ર ચહલને આરામ આપવામાં આવ્યો છે. ત્યારે લોકેશ રાહુલ, દિપક ચાહર, મનિષ પાંડે, ખલીલ અહેમદ અને સિધ્ધાર્થ કોલને સામેલ કરવામાં આવ્યા છે.

(7:13 pm IST)