Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

એશિયા કપ ક્રિકેટ મેચમાં સૌનું ધ્યાન ખેંચનાર યુવતી લાહોરની રિઝલા ખાન હોવાનું ખુલ્યુઃ ફાઇનલ મેચમાં પણ જોવા મળે તેવી સંભાવના

એશિયા કપ 2018માં ભારતે પાકિસ્તાનને બંને મેચમાં હરાવ્યું છે. ક્રિકેટના મેદાન પર બંને દેશોના ફેન્સનું દિલ ક્રિકેટ માટે ધડકતું હતું પરંતુ સોશિયલ મીડિયા પર દર્શકો વચ્ચે બેઠેલી એક પાકિસ્તાની યુવતીની ખૂબસુરતી પર હિંદુસ્તાન ફિદા થઈ ગયું. યુવતીના મીમ્સ બન્યા અને તસવીરો પણ શેર થઈ. મિસ્ટ્રી ગર્લ પાકિસ્તાન વર્સિઝ બાંગ્લાદેશની મેચમાં પણ જોવા મળી. દરેક વ્યક્તિ જાણવા માગે છે કે આખરે બ્યૂટિફૂલ મિસ્ટ્રી ગર્લ છે કોણ? તો તમારા સવાલોનો જવાબ મળી ગયો છે….

 

પાકિસ્તાનની ખૂબસુરત યુવતીનું નામ રિઝલા ખાન છે. રિઝલા લાહોરમાં રહે છે અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. રિઝલાની સુંદરતા પાછળ ફક્ત ક્રિકેટ ફેન્સ નહીં કેમેરામેન પણ દિવાના થયા. એટલે લોકોએ સોશિયલ મીડિયા પર કેમેરામેનના પણ ખૂબ વખાણ કર્યા.

રિઝલા ખાનને શોધી કાઢવાનું કામ UAEના એક બોલિવુડ રેડિયો સ્ટેશનસિટી 1016’ કર્યું છે. રેડિયો સ્ટેશને ટ્વિટ કર્યું કે, “અમે તેને શોધી કાઢી છે અને તેનું નામ રિઝલા છે.”

નામ વિશે જાણકારી મળતા રિઝલાની અન્ય માહિતી પણ મળવા લાગી છે. એક વેબપોર્ટના રિપોર્ટ પ્રમાણે, રિઝલા લાહોરની રહેવાસી છે અને તેણે શાળાકીય અભ્યાસ ત્યાં કર્યો છે અને લાહોરની યુનિવર્સિટીમાં આગળ અભ્યાસ કરી રહી છે. રિઝલાની ઉંમર 20 વર્ષ છે અને તે ક્રિકેટની દિવાની છે.

જણાવી દઈએ કે ભારત એશિયા કપના ફાઈનલમાં પહોંચી ચૂક્યું છે. ફાઈનલમાં ટીમ ઈંડિયાનો મુકાબલો બાંગ્લાદેશ કે પાકિસ્તાનની ટીમ સાથે થઈ શકે છે. એવામાં ફરી એકવાર સ્ટેડિયમમાં રિઝલા જોવા મળે તો નવાઈ નહીં. સોશિયલ મીડિયા પર રિઝલાને જોઈને ઘણા ફેન્સે તો BCCIને અપીલ કરી હતી કે ભારત-પાકિસ્તાન વચ્ચે વધુમાં વધુ મેચ રાખવામાં આવે.

(6:06 pm IST)
  • અમદાવાદ:સી ટી એમ પુવઁદીપ સોસાયટી પાસે અકસ્માત:બી આર ટી એસ બસ સ્ટોપ પાસે એસ ટીની બસએ આધેડ સાઈકલ સવારને કચડ્યો :ઘટના પર જ સ્થાનિક આધેડનું મોત:નોકરી થી પરત ઘર એ આવી રહ્યો હતા આધેડ ત્યારે સર્જાયો અકસ્માત:પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 1:06 am IST

  • કોઈ પાસે જાદુ નથી જે પચાસ વર્ષોનું કામ પાંચ મિનિટમાં પૂરું કરી નાખે :રાજસ્થાનની ચૂંટણીમાં જીતના દાવા સાથે મુખ્યમંત્રી વસુંધરા રાજેએ જયપુરમાં ઇન્ડિયા ટુડે વુમન સમિટમાં કહ્યું કે અમે માત્ર વિકાસ નથી કર્યો ,મૂલ્યો,સંસ્કૃતિ અને પરમ્પરા બચાવવાની કોશિશ કર્યાનું જણાવી સરકારના કામકાજની ઉપલબ્ધીઓ ગણાવી હતી access_time 1:18 am IST

  • આધાર કાર્ડની જરૂરિયાત પર સુપ્રીમ કોર્ટનો કાલે આવશે નિર્ણય:જેનાથી એ નક્કી થશે કે બેંક ખાતાઓ, મોબાઇલ ઓપરેટર્સ અથવા સરકારી યોજનાઓમાં આધાર કાર્ડ જરૂરી છે કે નહીં?:આ મામલે સુપ્રીમકોર્ટમાં કુલ 38 દિવસ સુધી સુનવણી ચાલી;જજોની પાંચ સદસ્ય બંધારણીય પીઠે 10મી મેં એ ચુકાદો અનામત રાખ્યો હતો access_time 1:06 am IST