Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

દિલ્હીમાં વિરાટ કોહલીએ પરિવાર સાથે લીધુ સન્ડે લંચ

એશિયા કપમાં રમવાને બદલે આરામ કરી રહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની એકસેસ વાઇફ અનુષ્કા શર્માએ દિલ્હીમાં રવિવારે ઘણા મહિનાઓ પછી બહેન ભાવના અને તેનો હસબન્ડ સંજય, તેના મોટા ભાઈ વિકાસ અને તેની વાઇફ ચેતના સાથે સપરિવાર લંચનો આનંદ માણ્યો હતો. કોહલીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ફોટો શેર કરીને કેશનમાં લખ્યું નુએવા વર્લ્ડમાં ફેમિલી સાથે લંચ લઈને મજા આવી ગઈ. ચિમીચુરી મશરૂમ્સ મિસ કરવા જેવી નથી. કોહલીએ આવતા ત્રણ મહિનામાં ૬ ટેસ્ટ રમવાની છે જેમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલી ટેસ્ટ-સિરીઝ જીતનો ઇન્તઝાર છે.

(3:37 pm IST)