Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

અફઘાનિસ્તાન-પાકિસ્તાન વનડે સિરીઝ હવે યુએઈ નહીં પણ રમાશે શ્રીલંકામાં

નવી દિલ્હી: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે આગામી ત્રણ મેચની વનડે સિરીઝને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) થી શ્રીલંકા ખસેડાઇ છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી) ના અધિકારીએ શનિવારે તેની પુષ્ટિ કરી છે. પહેલી સપ્ટેમ્બરથી શ્રીલંકાના હેમ્બન્ટોટાના મહિન્દા રાજપક્ષે સ્ટેડિયમમાં યોજાનારી શ્રેણીની શરૂઆતમાં યુએઈમાં રમવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ યજમાનોએ વિસ્તારમાં જગ્યાના અભાવે તેમની યોજનાઓ બદલવી પડી હતી.

(6:25 pm IST)