Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

WTC ફાઇનલમાં હાર બાદ ઈંગ્લેન્ડમાં રજાઓ માણતા ટીમ ઈન્ડીયાના ક્રિકેટરો પર ભડક્યા દિલીપ વેંગસરકર

ઓછી તૈયારીઓને કારણે ફાઈનલ મેચમાં ટીમ સારુ પ્રદર્શન કરી શકી નહોતી.

મુંબઈ :ભારતીય ટીમે હાલમાં ઈંગ્લેન્ડમાં રજાઓનો આનંદ માણવાની શરુઆત કરી છે. કેટલાક ખેલાડીઓ પરિવાર સાથે ઈંગ્લેન્ડ પ્રવાસે છે, જેઓ પરિવાર સાથે રજાઓના આનંદને માણી રહ્યા છે. કેપ્ટન વિરાટ કોહલી પણ પત્ની અનુષ્કા શર્મા ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ મેચ બાદ ખેલાડીઓને રજાઓ આપવાનું અગાઉથી જ BCCIએ કહ્યું હતુ.

પરંતુ ખેલાડીઓની હારને લઈને પૂર્વ ભારતીય કેપ્ટન દિલીપ વેંગસરકરે આશ્વર્ય વ્યક્ત કર્યુ છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ મેચમાં હાર બાદ રજાઓને લઈને તેઓએ આશ્વર્ય દર્શાવ્યુ છે. તેમને પરેશાની છે કે ઓછી તૈયારીઓને લઈને ન્યુઝીલેન્ડ સામે ફાઈનલ મેચ ગુમાવી હતી, છતાં વિરાટ કોહલી અને તેમની ટીમ રજાઓ ગાળવામાં વ્યસ્ત છે. પૂર્વ સિલેકટર વેંગસરકરે કહ્યું હતુ પાછળના બે વર્ષમાં સારુ પ્રર્દશન કર્યુ પરંતુ ફાઈનલ માટે તેમની તૈયારીઓ આદર્શ નહોતી.

તેમણે કહ્યું મેં આ ચક્રમાં ક્રિકેટ મેચ જોવાનો આનંદ લીધો હતો. ભારતે ટેસ્ટ ચેમ્પિયનશીપ ટૂર્નામેન્ટ દરમ્યાન બે વર્ષ દરમ્યાન ના સારુ પ્રદર્શન કર્યુ હતુ. પરંતુ ઓછી તૈયારીઓને કારણે ફાઈનલ મેચમાં ટીમ સારુ પ્રદર્શન કરી શકી નહોતી. આટલી મહત્વપૂર્ણ મેચ પહેલા સુધી એક પણ પ્રેકટીસ મેચ રમી નહોતી.

મીડિયા રિપોર્ટસનુસાર તેઓએ કહ્યું બીજી તરફ ન્યુઝીલેન્ડ મેચ માટે ફીટ હતુ. તેણે તે પહેલા બે ટેસ્ટ મેચ રમી હતી. ભારતીય ખેલાડી હવે ત્રણ સપ્તાહનો આરામ લઈ રહ્યા છે. ઈંગ્લેંડ સામે 4 ઓગસ્ટથી શરુ થનારી પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ માટે 14 જુલાઈએ એકઠા થશે. ટીમના આ કાર્યક્રમથી વેંગસરકરે આશ્વર્ય વ્યક્ત કર્યુ હતુ.

 

આગળ કહ્યું હતુ હું નથી જાણતો કે આ પ્રકારના કાર્યક્રમ કેવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં આપ વચ્ચે રજાઓ પર જાઓ છો અને પરત ફરીને ટેસ્ટ મેચ રમો છો. WTC ફાઈનલ બાદ એકાદ સપ્તાહનો આરામ પૂરતો હતો. તમારે સતત રમતા રહેવાની જરુર છે. મને આશ્વર્ય છે કે આ કાર્યક્રમને મંજૂરી મળી ગઈ. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બેટ્સમેનોને પોતાના ઈરાદા દેખાડવાની વાત કરી.

પરંતુ વેંગસરકરે કહ્યું તૈયારીઓ તરફ પણ પોતાના ઈરાદાઓ દેખાડવા જરુરી છે. જો તેઓ ઈરાદાઓની વાત કરી રહ્યા છે તો ટીમને તેમણે મેચના માટે યોગ્ય રુપે તૈયાર કેમ નહોતી કરી. ત્યારે તમારા ઈરાદાઓ ક્યાં હતા. તેમણે ઓછામાં ઓછી બે ચાર દિવસીય મેચ રમવી જોઈતી હતી.

(6:54 pm IST)