Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ન્યુઝીલેન્ડની વેબસાઇટમાં વિરાટ કોહલીના અપમાનથી ક્રિકેટ રસીકોમાં ભારે આક્રોશઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનને નીચા દેખાડવા પ્રયાસ

નવી દિલ્હી: ન્યૂઝિલેંડએ ટીમ ઇન્ડીયાને વિશ્વ  ટેસટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ધૂળ ચટાડી દીધી. આ સાથે જ કીવી ટીમ દુનિયાની પહેલી ટેસ્ટ ચેમ્પિયન બની ગઇ છે. ક્રિકેટ જગતના ઇતિહાસમાં 144 વર્ષમાં પહેલીવાર દુનિયાને ન્યૂઝિલેંડના રૂપમાં તેમની પ્રથમ ટેસ્ટ ચેમ્પિયન મળી ગઇ છે. જોકે જીતના જોશમાં ન્યૂઝિલેંડના કેટલાક ફેન્સે તમામ હદો પાર કરી દીધી.

ન્યૂઝિલેંડના ફેન્સએ પાર કરી તમામ હદો

જોકે ન્યૂઝિલેંડની વેબસાઇટ AccNZ એ ઇંસ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટામાં એક મહિલાએ એક પુરૂષના ગળામાં પટ્ટો બાંધેલો છે અને દોરી હાથમાં પકડી છે. જે મહિલા છે તેણે આ ફોટામાં કાઇલ જેમિસન બતાવવામાં આવ્યો છે. તો બીજી તરફ ગળામાં પટ્ટો બાંધેલો છે તેને વિરાટ કોહલી બતાવવામાં આવ્યો છે.

આ ફોટો પોસ્ટ થતાં જ ભારતીય ફેન્સ ગુસ્સે ભરાયા છે અને આ પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે. જ્યાં એકતરફ ન્યૂઝિલેંડની ટીમ ખેલ ભાવના માટે જાણિતી છે તો બીજી તરફ કીવી ફેન્સના આ વ્યવહારથી લોકો નિરાશ છે.

તમને જણાવી દઇએ કે ફાઇનલ મુકાબલમાં બંને ઇનિંગમાં કાઇલ જેમિસનએ વિરાટ કોહલીને આઉટ કર્યો. તો બીજી તરફ પહેલી ઇનિંગમાં તેમણે 5 વિકેટ પ્રાપ્ત કરી અને બીજી ઇનિંગમાં 2 વિકેટ લીધી. 

જીત બાદ મેદાન પર ફેન્સે કરી હતી આ હરકત

ન્યૂઝિલેંડની જીત બાદ સ્ટેંડસમાં ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. કીવી ટીમે સપોર્ટ કરવા આવ્યા ફેન્સેએ જીત બાદ પોતાનો શર્ટ ઉતારવાનું શરૂ કર્યું. થોડીવારમાં સ્ટેન્ડ્સમાં બેઠેલા દરેક ફેન્સ શર્ટલેસ થઇ ગયા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને ફેન્સ તેને ખૂબ કરી રહ્યા છે.

ન્યૂઝિલેંડના ફેન્સના આ વ્યવહાર માટે ઓલરાઉન્ડર જિમ્મી નીશમએ બધાની માફી પણ માંગી છે. નીશમે આ ભારતીય ફેન્સના ટ્વીટનો જવાબ આપતાં લખ્યું કે 'હાં બિલકુલ આ ધૃણિત વ્યવહાર માટે માફી માંગુ છું. લોકોની હિંમત કેવી થઇ 'ચોટ ચેક કરવાની' પોતાની ટી શર્ટ આમ તેમ લહેરાવવાની.

(4:37 pm IST)