Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

કોરોનાના વધતા જતા કેસના કારણે આ વર્ષે આઇસીસી ટી૨૦ વર્લ્ડકપનું આયોજન યુએઇમાં કરવાનો નિર્ણયઃ ૧૭ ઓક્ટોબરથી પ્રારંભ

નવી દિલ્હી: ICC T20 World Cup નું આયોજન આ વર્ષે ભારતમાં થવાનું હતું. પરંતુ કોરોના વાયરસના વધતા જતા કેસને જોતાં હવે આ ટૂર્નામેંટ યૂએઇમાં આયોજિત કરવામાં આવશે. હવે આ મોટી ટૂર્નામેંટ કઇ તારીખથી આયોજિત કરવામાં આવશે એ વાત પણ સ્પષ્ટ થઇ ગઇ છે.

  • આ તારીખથી શરૂ થશે ટી-20 વર્લ્ડકપ

ANI ના અનુસાર ICC T20 World Cup નું આયોજન 17 ઓક્ટોબરથી યૂએઇમાં હશે. આ ટૂર્નામેંટમાં 16 ટીમો ભાગ લેશે. જ્યારે આ ટૂર્નામેંટનો ફાઇનલ મુકાબલો 16 નવેમ્બરે રમાશે. જોકે બીસીસીઆઇએ સત્તાવાર રીતે તેનો ખુલાસો કર્યો નથી. જોકે આ ટૂર્નામેંટ આઇપીએલ ફાઇનલાના થોડા દિવસો બાદ શરૂ થશે. આઇપીએલની ફાઇનલ 15 ઓક્ટોબરના રોજ યોજાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 

  • આ રીતે હશે ટૂર્નામેંટનું શિડ્યૂલ

પહેલાં રાઉન્ડમાં 8 ટીમો વચ્ચે 12 મેચ હશે. તેમાંથી ચાર (દરેક ગ્રુપમાં ટોપ 2) સુપર 12 માટે ક્વોલિફાઇ કરશે. આઠમાંથી 4 ટીમ (બાંગ્લાદેશ, શ્રીલંકા, આયરલેંડ, નેધરલેંડ,અ સ્કોટલેંડૅ, નામીબિયા,ઓમાન, પાપુઆ ન્યૂ ગિની) ટોપ આઠ રેકિંગવાળી ટી 20 ટીમાં સામેલ થઇને સુપર 12 માં પહોંચશે.

ત્યારબાદ 12 ના તબક્કામાં 30 મેચ રમાશે. જોકે 24 ઓક્ટોબરથી શરૂ થશે. સુપર 12 માં ટીમમાં છ-છ ના બે ગ્રુપમાં ભાગલા પાડવામાં આવશે. આ મેચ યૂએઇમાં ત્રણ સ્થળ- દુબઇ, અબૂ ધાબી અને શારજહાં રમાશે. ત્યારબાદ ત્રણ નોકઆઉટ મેચ હશે- બે સેમીફાઇનલ અને એક ફાઇનલ.

(4:37 pm IST)