Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ટોકીયો ઓલમ્પીકના આકાશમાં ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવવા પી.વી.સિધ્ધુ થનગને છે

ર૩ મી જુલાઇથી ઓલમ્પીકની શરૂઆત : એથલીટ નિરજ ચોપરા, ટેબલ ટેનીસ હિરો શરથ કમલ, રેસ્લર, બજરંગ પુનીયા, બોકસર અમીત પંઘલ સહીતના સ્ટાર ખેલાડીઓ પણ ઓલમ્પીક સમારોહ પહેલા ભારત વતી દોડશે

નવી દિલ્હી, તા., ર૬: ર૩ જુલાઇથી ટોકીયોમાં શરૂ થઇ રહેલા ઓલમ્પીક મહોત્સવની સ્ટાર બેડમીંટન ખેલાડી અને રીયો ગેઇમ્સની સીલ્વર મેડાલીસ્ટ બી.વી. સિધ્ધુ ઉદઘાટન સમારોહમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવવા થનગની રહી છે. આ ઉપરાંત એથલીટ નિરજ ચોપરા, ટેબલ ટેનીસ સ્ટાર શરથ કમલ, રેસ્લર બજરંગ પુનીયા, બોકસર અમીત પંઘલ જેવા અમુક નામો પણ પી.બી.સિધ્ધુની સાથોસાથો ચર્ચામાં છે. આ વખતે ફલેબેરર તરીકે ભારત વતી એક પુરૂષ અને એક સ્ત્રી એથલીક ઉદઘાટન સમરોહમાંં રહેશે, સતાવાર જાહેરાત આ મહિનાના અંતમાં થશે પણ પી.બી.સિધ્ધુ તે માટે નશીબદાર બનશે. જો કે એવો કોઇ નિયમ નથી પરંતુ ગયા રમોત્સવમાં મેડલ વિનર  રહેલા  ખેલાડીને ફલેબેરર બનવાનો મોકો મળે છે. ગયા રમોત્સવમાં બે મેડાલીસ્ટ હતા તેમાંથી એક રેસ્લર સાક્ષી મલ્લીક હતી પરંતુ આ વખતે તે કવોલીફાઇડ થઇ નથી. રીયોડી જાનેરોમાં યોજાયેલા રમોત્સવમાં ભારત વતી એક પણ પુરૂષ એથલેેટ  ચંદ્રક મેળવી શકયા નહોતા.

(2:50 pm IST)