Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

લાકડાના પગ સાથે ૬ પદક જીતી ચુકયો છે અમેરીકી જીમ્નાસ્ટ જયોર્જ ઇશર

નવી દિલ્હીઃ અમેરીકાનું સીટી સેન્ટ લુસીયા ૧૯૦૪ ઓલમ્પીક ખેલોનું મેજબાન બન્યું હતું. આ ખેલોમાં સૌથી ચર્ચીત નામ  અમેરીકી પુરૂષ જીમ્નાસ્ટ જયોર્જ ઇસરનું રહયું હતું.  ૩૪ વર્ષીય જયોર્જનો જમણો પગ લાકડાનો હતો. પરંતુ તેમ છતા તે ૩ સુવર્ણ સહીત ૬ પદક જીત્યો હતો.

જયોર્જનો જન્મ ૩૧ ઓગષ્ટ ૧૮૭૦ માં જર્મનીના શહેર કીલમાં થયો હતો. તેનો પરીવાર ૧૮૮૪ માં અમેરીકા આવી ગયો હતો. તે એક કંપનીમાં પુસ્તક વેચવાનું કામ કરતો હતો. આ દરમિયાન દુર્ઘટનામાં ટ્રેન નીચે આવી જવાથી તેનો આખો પગ કપાઇ ગયો હતો.

(2:50 pm IST)