Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

આઈસીસી વનડે રેકિંગમાં પણ ટીમ ઇન્ડિયા ટોચના સ્થાને

બીજાક્રમે ઈન્ગલૅન્ડ અને ન્યુઝીલેન્ડ ત્રીજા સ્થાને

નવી દિલ્હી : આઈ.સી.સી. વનડે રેન્કિંગ 2019નું લિસ્ટ આવી ગયું છે. ઇન્ડિયા ટેસ્ટ સાથે વન ડેમાં પણ આઇ.સી.સી. રેન્કિંગ માં પ્રથમ સ્થાને છે. વનડે રેન્કિંગ લિસ્ટમાં ઇન્ડિયા ટિમના 51 મેચ સાથે 6266 પોઇન્ટ છે અને રેટિંગ 123 છે જેથી તેને પ્રથમ સ્થાન મળ્યું છે. આ અગાઉ ઇંગ્લેન્ડ પ્રથમ સ્થાને હતું જેના 122 રેટિંગ છે. હાલ ઇંગ્લેન્ડ 50 મેચ સાથે 6084 પોઇન્ટ તથા 122 રેટિંગ સાથે વનડે રેન્કિંગ માં બીજા સ્થાને છે. આઈસીસી વનડે રેન્કિંગમાં ત્રીજા સ્થાનની વાત કરીએતો 116 રેટિંગ સાથે ન્યુઝીલેન્ડ છે જે ભારત અને ઈંગ્લેન્ડથી ઘણું અંતર ધરાવે છે.

(8:58 pm IST)