Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ટીકા કરો પરંતુ નિંદા ન કરો: સરફરાઝ

નવી દિલ્હી:કેપ્ટન સરફરાઝ અહમદે એક સમર્થક દ્વારા આપત્તિજનક શબ્દ કહેવા પર પાકિસ્તાન ક્રિકેટના પ્રશંસકોને કહ્યું કે, તે ખેલાડીઓ પર વ્યક્તિગત રીતે દુર્વ્યવહાર ન કરે. માનચેસ્ટરમાં કટ્ટર વિરોધી ભારત વિરુદ્ધ ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાની પ્રશંસકોએ રાષ્ટ્રીય ટીમની ખુબ ટીકા કરી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં સરફરાઝને ઈંગ્લેન્ડના એક મોલમાં પોતાના પુત્રને સાથે લઈને જતો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક પ્રશંસકે તેને રોકીને પૂછે છે આટલો 'જાડો' કેમ દેખાઈ રહ્યો છે. આ ફેને સરફરાઝની તુલના એક જાનવર સાથે કરી દીધી હતી.

(6:32 pm IST)