Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

વિશ્વકપમાં પાકિસ્‍તાન આજે જીતશે તો સેમી ફાઇનલની આશા જીવંતઃ પોઇન્ટ ટેબલમાં ઓસ્‍ટ્રેલિયા પ્રથમ નંબરે

નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વકપમાં દરેક મેચની સાથે સેમિફાઇનલમાં પહોંચનારી ટીમોના સમીકરણમાં પણ ફેરફાર થઈ રહ્યો છે. મંગળવાર (25 જૂન) ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે, પરંતુ એક હારની સાથે ઈંગ્લેન્ડ પર બહાર થવાની આફત આવી ગઈ છે. તો પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પણ હવે ટક્કર જોવા મળશે.

ન્યૂઝીલેન્ડ અને ભારત બે એવી ટીમો છે, જેનું સેમિફાઇનલમાં પહોંચવું હાલમાં સરળ લાગી રહ્યું છે. જ્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ માટે બાકીની તમામ મેચ કરો યા મરો જેવી હશે. પાકિસ્તાન આજે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમશે. પાકિસ્તાન જીતશે તો સેમિફાઇનલની આશા જીવંત રહેશે, પરંતુ એક હાર તેને બહારનો માર્ગ દેખાડી દેશે. તો ન્યૂઝીલેન્ડે સેમિફાઇનલમાં પહોંચવા માટે માત્ર એક જીતની જરૂર છે. એક નજર કરીએ પોઈન્ટ ટેબલમાં કે અન્ય ટીમોની સ્થિતિ શું છે...

ક્રમ

ટીમ

મેચ

જીત

હાર

ટાઈ

રદ્દ

પોઈન્ટ

નેટ રનરેટ

1

ઓસ્ટ્રેલિયા

7

6

1

0

0

12

0.906

2

ન્યૂઝીલેન્ડ

6

5

0

0

1

11

1.306

3

ભારત

5

4

0

0

1

9

0.809

4

ઈંગ્લેન્ડ

7

4

3

0

0

8

1.051

5

બાંગ્લાદેશ

7

3

3

0

1

7

-0.133

6

શ્રીલંકા

6

2

2

0

2

6

-1.119

7

પાકિસ્તાન

6

2

3

0

1

5

-1.265

8

વેસ્ટ ઈન્ડિઝ

6

1

4

0

1

3

0.19

9

દક્ષિણ આફ્રિકા

7

1

5

0

1

3

-0.324

10

અફઘાનિસ્તાન

7

0

7

0

0

0

-1.634

(5:04 pm IST)