Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

કાલે ટીમ ઈન્ડિયાના ટાઈગર્સનો વિન્ડીઝ સામે મુકાબલો

રોહિત અને રાહુલ પાસે મોટી ઈનિંગની આશા : ગેઈલથી સાવધ રહેવુ પડશે : રોમાંચક જંગ જામશે

માન્ચેસ્ટર,તા. ૨૬ : વર્લ્ડ કપની રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. જેના ભાગરૂપે  હવે આવતીકાલે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝની સામે રમશે. ભારતીય ટીમ પહેલાથી જ હોટફેવરીટ છે. બીજી બાજુ વિન્ડીઝની ટીમ વર્તમાન વર્લ્ડ કપમાં લડાયક દેખાવ કર્યો હોવા છતાં ટીમ ધારણા પ્રમાણે દેખાવ કરી શકી નથી. માન્ચેસ્ટર ખાતે રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતે વર્તમાન વર્લ્ડ કપમાં કોઇ પણ મેચ ગુમાવી નથી. આવી સ્થિતીમાં તેની પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

 વિરાટ કોહલી, રોહિત શર્મા જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. રાહુલ પણ જોરદાર દેખાવ કરી ચુક્યો છે. મેચનુ પ્રસારણ બપોરે ત્રણ વાગેથી કરવામાં આવનાર છે.    ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે.

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા,  લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જશપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુદદીપ યાદવ

વિન્ડીઝ : હોલ્ડર ( કેપ્ટન), ફેબિયન એલન, કાર્લોસ બ્રેથવેટ, ડેરેન બ્રાવો, કોટરેલ, ગેબ્રિયલ, ક્રિસ ગેલિ, હેટમાયર, શાઇ હોપ, લેવિસ,  નર્સ, નિકોલસ પુરન, કેમર રોચ, આન્દ્રે રસેલ, થોમસ.

(3:10 pm IST)
  • કટ્ટરપંથીઓની સામે સરકારની લાલ આંખ : ટેરર ફંડિગ : અલગતાવાદી ઉપર કઠોર પગલાની તૈયારી : એનઆઇએ અને ઇડી દ્વારા સંયુકત રીતે કાર્યવાહી કરાશે : કટ્ટરપંથી તમામ નેતાઓની ગતિવિધિ ઉપર ચાંપતી નજર access_time 4:22 pm IST

  • ૨૦૧૭ રાજયસભાની ચૂંટણી મામલે હાઈકોર્ટે અહેમદ પટેલની અરજી ફગાવી પીટીશનની કોપીની ખરાઈ એફએસએલ પાસે કરાવવાની હતી access_time 6:27 pm IST

  • મોદી સરકારે ર વર્ષમાં ૮૭૦૦૦ પાકિસ્તાની અને ર૩ લાખ બાંગ્લાદેશીને વીઝા આપ્યા access_time 3:21 pm IST