Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

પિતાનું મોત છતાં મેદાનમાં ઉતરીને ટીમને બનાવી ચેમ્પિયન: મહિલા હોકી ટીમની ખેલાડીપહોંચી ઘરે:પરિવારને જોતા આંખમાં છલક્યા આંસુ

ભારતીય ટીમે આ જીતને સાથી ખેલાડી લાલરેમસિયામીનાં પિતાને સમર્પિત કરી

જાપાનના હિરોશિમામાં એફઆઈએચ હૉકી સિરીઝ ટુર્નામેન્ટનો પારિતોષિક જીતનારી ભારતીય મહિલા હૉકી ટીમની યુવા ફોરવર્ડ લાલરેમસિયામી મિઝોરામ પોતાના ગામ કોલાસિબ પહોંચી હતી. ગામના લોકોએ તેનું સ્વાગત કર્યુ હતુ અને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. પિતાના નિધન બાદ પહોંચેલી લાલરેમસિયામી પરિવારને જોતા જ આંખોમાં આંસૂ છલકાઈ ગયા હતા.

    ગત રવિવારે ભારતીય મહિલા હૉકી ટીમે ફાઈનલમાં મેજબાન જાપાનને 3-1થી હરાવીને મહિલા એફઆઈએચ સીરીઝ ફાઈનલ્સ હૉકી ટુર્નામેન્ટ પોતાના નામે કરી દીધી છે. સેમીફાઈનલ મેચ પહેલાં જ હાર્ટએટેક આવવાને કારણે લાલરેમસિયામીના પિતાનું અવસાન થયુ હતુ. પરંતુ તે ટીમની સાથે જ રહી હતી. અને પારિતોષિક જીતીને ટીમ સાથે જ પાછી ફરી હતી.

   ભારતીય મહિલા ટીમે હિરોશિમા હૉકી સ્ટેડિયમમાં એશિયાઈ ચેમ્પિયન પર શાનદાર જીત મેળવી હતી. આ જીત પર પ્રધાનમંત્રી મોદીએ પણ અભિનંદન પાઠવ્યા હતા. ફાઈનલમાં જીતની સાથે સાથે ટીમ એફઆઈએચ ઓલંપિક ક્વોલિફાયર-2019 માટે ક્વોલિફાઈ થઈ છે. ટીમે સેમીફાઈનલમાં ચિલીને 4-2થી માત આપીને ફાઈનલમાં પહોંચી હતી. ભારતીય ટીમે આ જીતને સાથી ખેલાડી લાલરેમસિયામીનાં પિતાને સમર્પિત કરી હતી.

(12:23 pm IST)