Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-૨૦૧૯માં

ઢાંકા,બાંગ્લાદેશ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરશે ભાવેણાની બાલ યોગની ઋચા ત્રિવેદી

ભાવનગર તા.૨૬: આગામી તા.૨૬-૨૭ જુલાઇ ૨૦૧૯ના રોજ ''ઢાંકા,બાંગ્લાદેશ ખાતે યોજાનાર એશિયન યોગાસન સપોર્ટસ ચેમ્પિયનશિપ-૨૦૧૯'' માટે તાજેતરમાં તા.૨૩ના રોજ યુનિવર્સિટી કન્વેનશન હોલ, સુરત ખાતે યોજાયેલ સિલેકશનમાં શ્રી ગિજુભાઇ કુમારમંદિર (દક્ષિણામૂર્તિ) ભાવનગરની ધો.૪ ની વિદ્યાર્થીની અને યોગ હોલ, યુનિવર્સિટી કેમ્પસની આશાસ્પદ ખેલાડી ઋચા ત્રિવેદી માત્ર ૯ વર્ષની વયે કોચ શ્રી રેવતુભા સરના માર્ગદર્શન નીચે ફર્સ્ટ ઓફિશિયલ  એશિયન યોગાસન સપોર્ટસ એમ્પિયનશીપ માટે પસંદગી પામી ભાવેણાનું ગૌરવ વધાર્યુ છે.

ઋચા ઓમભાઇ ત્રિવેદી આગામી ૨૬-૨૭ જુલાઇ ૨૦૧૯ના રોજ અન્ય ખેલાડીઓ સાથે બાંગ્લાદેશ, ઢાંકા ખાતે આ ચેમ્પિયનશિપ માં ભાગ લઇ દેશનું પ્રતિનિધિત્વ કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે ઋચા ત્રિવેદીની મોટી બહેનો હાલ BAMSમાં અભ્યાસ કરતી માધવી ત્રિવેદી સ્કેટિંગમાં અને ITનો અભ્યાસ કરતી પ્રિયંકા ત્રિવેદી યોગામાં જિલ્લા-રાજ્ય સ્તરે રમી ચુકયા છે. તથા ભાઇ ઋષિ ત્રિવેદી ક્રિકેટમાં આગળ વધી રહ્યો છે.આંતર રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામ્યાના સમાચાર માળતાજ ઋચા ત્રિવેદીને તેમના કોચ, તેમની શાળાના આચાર્ય-શિક્ષકો, પરિવારજનો તથા ભાવનગરના શ્રેષ્ઠઇઓ આશીર્વાદ સાથે અભિનંદન પાઠવી રહ્યા છે.

(11:21 am IST)
  • રાજકોટના કાંતા વિકાસ ગૃહ પાસે કારમાં અચાનક આગ ભભૂકી :ફાયર બીગેડ ઘટના સ્થળે પહોંચ્યું "વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:32 pm IST

  • સુરેન્દ્રનગરમાં વિજળી પડતા ૧નું મોત : ૧ દાઝયો લખતરના ઓળક ગામમાં દંપતિ ઉપર પડી હતી વિજળી : ઝાડ નીચે મહિલા બેઠી હતી અને વિજળી પડી access_time 6:29 pm IST

  • સાબરકાંઠાના અરવલ્લીના પશુપાલકો માટે સારા સમાચાર : ગાયના દુધના ભાવમાં કિલો ફેટે રૂ.૨૦નો વધારો : ભેસના દુધના ભાવમાં કિલો ફેટે રૂ.૩૦નો વધારો : સાબરડેરીએ દુધના ભાવમાં વધારો કર્યો access_time 1:08 pm IST