Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

કબડ્ડી માસ્ટર્સ ટુર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને 41-17થી હરાવી સેમીફાયનલ સ્થાન મેળવ્યું

ડિફેન્સમાં ગીરીશે સૌથી વધારે પાંચ પોઈન્ટ મેળવ્યા

 

વિશ્વ ચેમ્પિયન ભારત અને રનર્સ અપ ઈરાને અલ અસ્લ સ્પોર્ટ્સ કોમ્પલેક્શમાં દેશોની કબડ્ડી માસ્ટર્સ પ્રતિયોગિતામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે ભારતે 'ગ્રુપ 'ના મુકાબલામાં પાકિસ્તાનને 41-17થી માત આપી જ્યારે ઈરાને દક્ષિણ કોરિયાને 31-27થી હરાવીને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે

 

  ભારતની ટીમે પોતાના સ્ટાર રેડર અને મજબૂત ડિફેન્સથી શરૂઆતથી પાકિસ્તાન પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું. ભારતને રોહિત કુમારે ત્રીજી મીનિટે પોઈન્ટ લઈને ભારતનું ખાતું ખોલાવ્યું. નવમી મીનિટમાં ભારતને ઓલઆઉટ કરીને 12-3ની લીડ મેળવી લીધી. પાકિસ્તાનનું ડિફેન્સ નબળું નજરે પડી રહ્યું છે પરંતુ તઓ મેચની શરૂઆતની દસ મીનિટ સુધી કોઈ ટેકલ પોઈન્ટ મેળવી શક્યું નહી. પહેલા હાફ સુધી ભારત પાસે 18-9ની લીડ હતી.

 

   25મી મીનિટમાં ફરીથી એક વખત ફરીથી પાકિસ્તાનને ઓલઆઉટ કરી દીધું. તે પછી પાકિસ્તાનને મેચમાં વાપસીની કોઈ તક આપી નહી, અને ભારતે 41-17થી મેચ જીતી લીધી. ભારત તરફથી કેપ્ટન અજય ઠાકૂર અને રોહિત કુમારે રેડિંગમાં પોઈન્ટ અપાવ્યા જ્યારે ડિફેન્સમાં ગીરીશે સૌથી વધારે પાંચ પોઈન્ટ મેળવ્યા. ભારત ઉપરાંત ઈરાને પણ સેમિફાઈનલમાં ક્વોલિફાય કરી લીધુ છે.

(11:54 pm IST)