Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ફિફા વર્લ્ડકપ -2018 ફ્રાન્સ અને ડેન્માર્કનો મુકાબલો ડ્રો માં પરિણમ્યો

વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વખત ડેનમાર્કની ટીમ 0-0થી ડ્રો મેચ રમી

 

ફિફા વર્લ્ડ કપ-2018માં ફ્રાન્સ અને ડેનમાર્ક વચ્ચે રમાયેલ ગ્રૂપ-સીનો મુકાબલો 0-0થી ડ્રો માં પરિણમ્યો હતો. મુકાબલો ડ્રો રહ્યો હોવા છતા ડેનમાર્કની ટીમ અંતિમ-16માં પહોંચવા સફળ રહી છે. ફ્રાન્સની ટીમ પહેલા નોકઆઉટમાં પહોંચી ગઈ હતી. મુકાબલો ડ્રો કરવાની સાથે ડેનમાર્કની ટીમ સતત 18 મેચથી અપરાજિત છે.

  વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વખત ડેનમાર્કની ટીમ 0-0થી ડ્રો મેચ રમી છે. ફ્રાન્સ અને ડેનમાર્ક અત્યાર સુધી 16 વખત એકબીજા સામે ટકરાયા છે. જેમાં 8માં ફ્રાન્સનો અને 6 માં ડેનમાર્કનો વિજય થયો છે. બે મુકાબલા ડ્રો રહ્યા છે.

(11:25 pm IST)