Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ફિફા વર્લ્ડકપ-2018 ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડકપમાંથી બહાર :પેરુનો 2-0થી વિજય

 

ફિફા વર્લ્ડકપ-2018ના ગ્રૂપ-સીના અન્ય એક મુકાબલામાં પેરુએ ઓસ્ટ્રેલિયા સામે 2-0થી વિજય મેળવ્યો હતો. પેરુ અને ઓસ્ટ્રેલિયાની ટીમનો વર્લ્ડ કપમાં અભિયાનનો અંત આવ્યો છે. પેરુ તરફથી 18મી મિનિટે કારીલિઓએ અને 50મી મિનિટે ગુરુરોએ ગોલ ફટકાર્યો હતો. ગ્રૂપ-સીમાં ફ્રાન્સ 7 પોઇન્ટ સાથે પ્રથમ, ડેનમાર્ક 5 પોઇન્ટ સાથે બીજા, પેરુ 3 પોઇન્ટ સાથે ત્રીજા અને ઓસ્ટ્રેલિયા 1 પોઇન્ટ સાથે ચોથા સ્થાને રહ્યું હતું.

(11:24 pm IST)