Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

જર્મનીના મેનેજર જોઆચિમ લૌનો સૌથી વધુ વાર્ષિક 31 કરોડ પગાર

નવી દિલ્હી:ક્રિકેટની રમતમાં કેપ્ટન સતત રમતમાં સંકળાયેલો હોય છે અને ચાલુ રમતે મેચની પરિસ્થિતિ અનુસાર રણનીતિ પણ ઘડે છે. પરંતુ ફૂટબોલમાં તેનાથી વિપરિત સ્થિતિ હોય છે જેમાં કેપ્ટન ખૂદ રમતમાં વ્યસ્ત હોવાથી રણનીતિમાં ફેરફાર અંગે મેનેજરની જવાબદારી વધી જાય છે. વખતના વર્લ્ડકપમાં ભાગ લઇ રહેલી ૩૨ ટીમમાંથી જર્મનીના મેનેજર જોઆચિમ લૌનો સૌથી વધુ વાર્ષિક રૃપિયા ૩૧ કરોડનો પગાર છે.૫૮ વર્ષીય જોઆચીમ લૌના માર્ગદર્શન હેઠળ જર્મની ૨૦૦૮માં યુરો કપમાં, ૨૦૧૪માં ફિફા વર્લ્ડકપમાં અને ૨૦૧૭માં ફિફા કન્ફડરેશન કપમાં ચેમ્પિયન બન્યું હતું. લૌ ૧૨ જુલાઇ ૨૦૦૬થી જર્મનીના કોચ છે અને તેમના માર્ગદર્શનમાં જર્મનીએ ૧૬૪માંથી ૧૦૮માં વિજય મેળવ્યો છે અને માત્ર ૨૬મા તેનો પરાજય થયો છે. સૌથી વધુ પગાર મેળવતા મેનેજરમાં લૌ બાદ બ્રાઝિલના ટિટનો સમાવેશ થાય છે, જેમને દર વર્ષે રૃપિયા ૨૮.૬૫ કરોડનો પગાર મળે છે. ટિટ ૨૦૧૬થી બ્રાઝિલના કોચ તરીકે કામગીરી સંભાળી રહ્યા છે.જોકે, ફિફા વર્લ્ડકપ પૂરો થતાં સુધીમાં મોટાભાગના કોચને રૃખ્સદ અપાઇ ચૂકી હશે તે પણ નિશ્ચિત મનાય છે. આર્જેન્ટિનાના પ્લેયર્સ અને કોચ વચ્ચેનો ખટરાગ અત્યારથી સામે આવવા લાગ્યો છે.

(6:01 pm IST)